• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમ, ઉંચાસરના માર્ગે વાડીમાં કુવા પાસે કપાસની સાઠીઓની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમ, ઉંચાસરના માર્ગે વાડીમાં કુવા પાસે કપાસની સાઠીઓની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./જુગારના કવોલીટી કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ હોય અને આ ઝુંબેશ દરમ્યાન મોરબી જીલ્લામાં પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓ પોલીસ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસેથી પકડાયેલ ઇગ્લીશદારૂના જથ્થા બાબતે કામગીરીમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ઉંચાસરના માર્ગે આવેલ ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગાની કબ્જા ભોગવટાવાળી વાડીમાં આવેલ કુવાના કાંઠે કપાસની સાઠીઓની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ઇગ્લીશ દારૂ/બીયરની પેટી નંગ-૫૫ જેમાં ફૂલ બોટલ નંગ-૧૨૦૦ કિં.રૂ.૧,૯૬,૨૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી મજકુર આરોપી હાજર નહીં આવતા મજકુર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
1. ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા જાતે.આહિર ધંધો-ખેતી, રહે. નાગડાવાસ, તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ/બીયરની પેટી નંગ-૫૫ જેમાં નાની-મોટી સ્કૂલ બોટલ નંગ-૧૨૦૦ કિં.રૂ.૧,૯૬,૨૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ – પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. સુરેશભાઇ ઠોરીયા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કુલદિપભાઇ કાનગડ તથા દેવશીભાઇ મોરી તથા આરીફભાઇ સુમરા તથા દિપસિંહ ચૌહાણ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના પોલીસ કોન્સ. રાજેશભાઇ વૈષ્ણવ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: શ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 99 દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI:૨૩-૮-૨૩ ના બુઘ વારરોજ ગુજરાત પ્રદેશ કોગ્રેસ ની સૂચના અનુસંધાને મોરબી જિલ્લા કોંગ્રેસની અગત્ય ની મીટીંગ*

editor

Leave a Comment