• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના લેન્ડગ્રેબીંગના ગુનાના કામે બે નાસતા ફરતા આરોપીઓનેપકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

મોરબી તાલુકા પો.સ્ટે.ના લેન્ડગ્રેબીંગના ગુનાના કામે બે નાસતા ફરતા આરોપીઓને
પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૧૩/૦૬/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ મોરબી જિલ્લાના ગંભીર ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા અટક કરવાના બાકી આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની અસરકારક કામગીરી કરવા એલ.સી.બી.મોરબીના પોલીસ ઇન્સ.શ્રી, ડી.એમ.ઢોલ નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અંગે અસરકારક કામગીરી કરવા પો.સ.ઇ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતાં તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના ખ઼ પૃથ્વીસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, તથા દશરથસિંહ ચાવડાને હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૮૨૧/૨૦૨૩ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪(૧)(૩),૫(ગ) મુજબના ગુનાના કામે સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપીઓ હાલ કચ્છના લોદ્રાણી ( વેણુસર વાંઢ ) તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે રહેતા હોવાની ચોકકસ અને ભરોસા પાત્ર હકિકત મળેલ હોય જે અનુસંધાને હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે અટક કરવાના નીચે જણાવેલ બે આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે રજી. થયેલ લેન્ડગ્રેબીંગના ગુનાના કામે નાસતા ફરતા બે આરોપીઓ હસ્તગત કરવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા :–
(૧) વશરામભાઇ રામજીભાઇ બોડાણા ઉ.વ. ૫૦
(૨) મનસુખભાઇ રામજીભાઇ બોડાણા ઉ.વ. ૪૫ રહે. બન્નેહાલ લોદ્રાણી (વેણુસર વાંઢ) ડાયાભાઇ રૂડાભાઇ બાયડના મકાનમાં ભાડેથી તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ મુળ રહે. ઉચીમાંડલ તા.જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી અને ટંકારા યુવા ટીમ દ્વારા સદબુદ્ધિ માટે આર્ય વેદિક યજ્ઞનું આયોજન કરાયું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI:છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે. વિસ્તાર માંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment