• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

*કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

*સંભવિત વાવાઝોડાં ના પગલે નવલખી ના જુમ્માવાડી વિસ્તાર ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા યોજવામાં આવી.*

*વાવાઝોડાં ના અસરગ્રસ્તો માટે પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા કરવા માં આવશે.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાં નુ સંકટ તોડાઈ રહ્યુ છે. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડ માં આવી ગયેલ છે ત્યારે મોરબી જીલ્લા ના નવલખી બંદર ની આસપાસ ના વિસ્તારો માં સ્થળાંતર પ્રક્રિયા પૂરજોશ માં ચાલી રહી છે એવા સમયે સ્થાનિક પ્રશાસન સાથે ખભેખભો મિલાવી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા આવી રહી છે.
આજ રોજ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા, સુનિલભાઈ પુજારા, સચિનભાઈ કાનાબાર, જયંતભાઈ રાઘુરા દ્વારા નવલખી ના જુમ્માવાડી વિસ્તાર ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ ની વ્યાવસ્થા કરવા માં આવી હતી. પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદ યોજવા માં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ હતું.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્રારા કાયમી પ્રકલ્પ ગુરુ વંદન છાત્ર અભિનંદનની ઉજવણી હાલમાં સંપન્ન*

editor

*આંખના રોગોની સેવા માટે ગુજરાતમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતા 79 વષૅ અવસાન પામ્યા*

Hello Morbi

*HELLO MORBI:સાળંગપુરધામ ખાતે ભવ્ય થી દિવ્ય રીતે હનુમાનજયંતિની ઉજવણી કરાશે*

editor

Leave a Comment