• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતાઆરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા
આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી,
તા.૧૪/૦૬/૨૦૨૩
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓશ્રીએ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ, જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૦૩૭૭/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા રહે. વીસીપરા મસ્જીદ વાળી શેરીમાં વાળો હાલે તેના રહેણાંક મકાન વાળી શેરીમાં ઉભેલ હોવાની હકીકત મળતા પોલીસ કર્મચારી સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા જાતે સંધી ઉ.વ. ૨૫ રહે. વીસીપરા મસ્જીદ વાળી શેરીમાં વાળો મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડા ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:એક જ દિવસમાં ત્રણ કરપટેડ અધિકારીઓ ને સજા ફટકારતી મોરબી કોર્ટ*

editor

*HELLO MORBI NEWS: ટંકારા લતીપર ચોકડી શનીવારી બજારમાંથી મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*જોડિયાના લીંબુડા ગામે આશિક લોક ડાઉન નો નિર્ણય લેવાયો*

Hello Morbi

Leave a Comment