• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૫,૨૬,૫૧૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૫,૨૬,૫૧૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ પો.ઈન્સ એચ.એ.જાડેજા નાઓની દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીગ મા હોય દરમ્યાન સ્ટાફ ના માણસો પો.કોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ તેજાભાઇ ગરચર નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧ ક્રીષ્ના સ્કુલ પહેલા વાળો પોતાની બ્રેઝા કાર મા ઇગ્લીશદારૂ રાખી હેરફેર કરેછે. તેવી હકિકત મળતા હકિકત આધારે રેઇડ કરતા હકિકત વાળી કારમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૫૬ કિ.રૂ.૨૬૫૧૦/- નો મુદામાલ મળી આવતા તેમજ આરોપી હાજર નહી મળી આવતા ઇગ્લીશ દારૂ ની બોટલો તેમજ બ્રેજા કાર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧ ક્રીષ્ના સ્કુલ પહેલા
કબ્જે કરેલ મુદામાલ –
(૧)રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કી સીલબંધ બોટલ નંગ-૩૮ (૨)મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ની સીલબંધ બોટલો નંગ-૧૮ (૩) બ્રેજા ફોર નં.જીજે-૩૬-એલ.૩૧૨૦ ની કિ રૂ ૫,૦૦,૦૦૦/-
આમ કુલ બોટલો નંગ-૫૬ કિ.રૂ.૨૬૫૧૦/- તથા કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૫,૨૬૫૧૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા તથા
એ.એસ.આઇ આર.પી.રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઈ ગરીયા તથા હિતેષભાઇ ચાવડા તથા તેજાભાઇ ગરચર તથા સિધ્ધરાજભાઇ લોખીલ નાઓ દ્વારા કરેલ છે

Related posts

*HELLO MORBI: પ્રાચી તીર્થના યુવા અને નીડર પત્રકાર અરવિંદભાઈ સોઢાનો આજે જન્મદિવસ*

editor

*મોરબી ના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબી ની યાદી*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટેપ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી*

editor

Leave a Comment