• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામની નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૧૪૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામની નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૧૪૪૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ
રાજકોટ વિભાગ,રાજકોટ, પોલીસ મહાનીરીક્ષક,શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહી.જુગારના કેસો કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે શ્રી પી.એ.ઝાલા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી તથા શ્રી વી.પી.ગોલ સાહેબ,સી.પી.આઇ.શ્રી,વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી સોનારા ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.કોન્સ.વિજયભાઇ ડાંગર નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામની નદીના પટમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૪૪૦૦/ ના મુદામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી તેમજ એક ઇસમ નાશી જતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવી નાશી જનાર ઇસમને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
((૧) રતાભાઇ બાવાભાઇ ગોહીલ જાતે-અનુ.જાતી ઉ.વ-૫૦ રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી (ર)રાજુભાઇ મનજીભાઇ માલકીયા જાતે-કોળી ઉ.વ-૪૦ રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી (૩) અજીતભાઇ રામકુભાઇ ખાચર જાતે-કાઠી ઉ.વ-૪૭ રહે-હાલ ચામુંડા નગર તા-વાંકાનેર જી.મોરબી મુળ રહે ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી
(૪) વિજયભાઇ વિનુભાઇ નાકીયા જાતે-કોળી ઉ.વ-૨૨ રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી (૫) વિપુલભાઇ મનજીભાઇ માલકીયા જાતે-કોળી ઉ.વ-૨૭ રહે-ઠીકરીયાળી તા.વાંકાનેર જી.મોરબી
નાશી જનાર આરોપીનુ નામ
(૬) નરેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ રહે-ઠીકરીયાળા તા-વાંકાનેર જી.મોરબી (નાશી જનાર)
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ. બી.પી.સોનારા તથા એ.એસ.આઇ જે.કે અઘારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ હરિશચંદ્રસિંહ ઝાલા તથા વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા

Related posts

*HELLO MORBI: પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે ૧૭ મે સુધી આર.ટી.ઓ. માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે*

editor

*HELLO MORBI NEWS: જોડીયાના જામસર ગ્રામ પંચાયત સમરસ: સરપંચ તરીકે બાબુલાલ પુનાભાઈ હિંગળા ની બિનહરીફ વરણી*

editor

*સદગતની સ્મૃતિ નિમિતે શાળાને ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોની ભેટ*

Hello Morbi

Leave a Comment