• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદેદારોનું પરશુરામ ધામ ખાતે સન્માન કરાયું*

*સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદેદારોનું પરશુરામ ધામ ખાતે સન્માન કરાયું*

પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા પરશુરામ ધામ નવલખી રોડ ખાતે ગઈકાલે
સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના પ્રમુખ ચેતનાબેન જોશી, પ્રવિણાબેન, અલ્કાબેન, નિશાબેન, પ્રજ્ઞાબેન, દર્શનાબેન સહિતના હોદ્દેદારોનું સન્માન અગ્રણી મહિલાઓના હાથે કરવામાં આવ્યું હતુ. આ અવસરે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોષી, અગ્રણી ડો બી. કે. લહેરુ સાહેબ, રાજુભાઈ જોશી, નિલાબેન પંડિત, ગીતાબેન ત્રિવેદી, સોનલબેન મહેતા દક્ષાબેન મહેતા તેમજ બ્રહ્મ સમાજ મહિલા મંડળ ના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભુપતભાઈ પંડ્યાએ બહેનોને તમામ પ્રકારના સહકારની ખાત્રી આપી હતી તથા રવીન્દ્રભાઈ, અતુલભાઈ, ડો લહેરુ સાહેબ તથા નિલાબેને નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ આપી મહિલાઓના સમાજમાં યોગદાનને બિરદવ્યું હતુ. કાર્યક્રમ બાદ યોજાયેલા મહાપ્રસાદના દાતા તરીકે સોનલબેન હરેશભાઈ મહેતાએ અનુદાન આપી બહેનોને શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરી ફરજિયાત કરવાના પરિપત્ર રદ કરવા સીએમ સહિતને રજૂઆત કરતા: અજય લોરીયા*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષાબેન ચંદ્રાની ઉપસ્થિતીમાં નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજયો*

editor

*HELLO MORBI NEWS: રાજકોટથી મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સર્જરી માટે આવેલ યુવાનની સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી*

editor

Leave a Comment