• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

હળવદ પો.સ્ટે.ના ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી.
તા.૧૭/૦૭/૨૦૨૩
અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ સમગ્ર રાજયમાં તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૭/૨૦૨૩ સુધી ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જેથી ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, ASI ચંન્દ્રકાંતભાઇ વામજા તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ રાઠોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૭૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૧૨૦બી,૩૭૯,૧૧૪ તથા MMRD એકટની કલમ-૪(એ),૨૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક રહે કળમાદ તા.મુળી જીસુરેન્દ્રનગરવાળો તેના રહેણાંક મકાન પાસે રહેલ દુકાન પાસે બેઠેલ હોવાની હકીકત આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર નાસતો ફરતો આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક રજપુત ઉવ. ૪૪ રહે. કળમાદ તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ને સોપી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી,એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડા ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી અવસાન નોંધ:બેસણું: ગૌસ્વામી*

editor

*HELLO MORBI: ટંકારા ખાતે ૧૬ મી ડિસેમ્બરના રોજઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

Leave a Comment