• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા તાલુકાના ખીરઇ ગામેથી દેશી હાથબનાવટની સીંગલ બેરલ બારબોર બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

માળીયા તાલુકાના ખીરઇ ગામેથી દેશી હાથબનાવટની સીંગલ બેરલ બારબોર બંદુક સાથે
એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી.
તા.૨૬/૦૭/૨૦૨૩
શ્રી, અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી,રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓની સુચના મુજબ અગામી દિવાસોમાં મોહરમના તહેવારમાં મોરબી જિલ્લામાં કાયદો અને વ્યસ્થાની પરીસ્થિતી સુદૃઢ બની રહે તે સારૂ ગે.કા.પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી નાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી,એન.એચ.ચુડાસમા એલ.સી.બી.મોરબીનાઓ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન HC, ચંદુભાઇ કાણોતરા, PC દશરથસિંહ પરમાર,ભરતભાઇ જીલરીયા તથા તેજસભાઇ વિડજાને મળેલ ખાનગી હકિકત આધારે માળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે નવાપરામાં રહેતા ગુલામભાઇ મોવરભાઇ લધાણી (મીયાણા) પોતાના રહેણાંક મકાને ગે.કા.રીતે લાયસન્સ વગર દેશી હાથબનાવટનું હથિયાર (અગ્નીશસ્ત્ર) રાખે છે તેવી સચોટ બાતમી મળેલ હોય જે મળેલ હકિકત આધારે આજરોજ ખીરઇ ગામે રેઇડ કરતા ગુલામભાઇ મોવરભાઇ લધાણી, મીયાણા રહે. ખીરઇ, નવાપરા તા. માળીયા મીયાણા જી. મોરબી વાળો ગે.કા. દેશી હાથબનાવટની બારબોર બંદુક નંગ-૦૧ કિ.રૂ. ૫,૦૦૦/-ની સાથે મળી આવતા માળીયા મીયાણા પો.સ્ટે. ખાતે હથિયાર ધારા તળે ગુનો રજી. કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુઃ-
ગુલામભાઇ મોવરભાઇ લધાણી, મીયાણા ઉ.વ. ૫૮ ધંધો ડ્રાઇવીંગ રહે. ખીરઇ, નવાપરા તા. માળીયા મીયાણા જી.મોરબી,
પકડાયેલ મુદામાલ –
દેશી હાથબનાવટની લોખંડના સીંગલ બેરલ વાળી બારબોર બંદુક -૧ કિ.રૂ.૫,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ. તથા શ્રી,એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી. જાડેજા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી.મોરબી તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના સ્ટાફના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતા,

Related posts

*HELLO MORBI:થરા બસ સ્ટેન્ડ ખાતે ઠક્કર અચરત લાલ શિવરામભાઈ પરિવાર દ્વારા જલારામ જલસેવા પરબનું કરાયું લોકાર્પણ*

editor

*HELLO MORBI: સફાઈ કામદારો/આશ્રિતોને આવાસ માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ૧.૨૦ લાખની સહાય અપાશે*

editor

*વાંકાનેર માર્કેટયાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર વય મર્યાદાના કારણે નિવૃત થતા માર્કેટયાર્ડ ખાતે સન્માન કરવામાં આવ્યુ.*

Hello Morbi

Leave a Comment