• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા વિસ્તારમાં લાયસન્સ વગરની પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવતા સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

વાંકાનેર તાલુકા વિસ્તારમાં લાયસન્સ વગરની (અન-અધિકૃત) પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવતા સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૩૧-૦૭-૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ અન-અધિકૃત રીતે પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવતા ઇસમો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. કમલેશભાઇ ખાંભલીયા નાઓને બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા વિસ્તારમાં અન-અધિકૃત રીતે પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવી રહ્યા છે જે અંગે પેટ્રોલીંગ હોય તે દરમ્યાન પંચાસીયા થી અદેપર જતા રોડ ઉપર આવેલ પવનસુત પેપરમીલ કારખાનાના ગેઇટ ઉપર તપાસ કરતા ગેઇટ રૂમ પાસે પ્રાઇવેટ સિકયુરીટીનો એક ગાર્ડ સિકયુરીટીના બેઇઝ કે ડ્રેસ પહેરેલ વગર હાજર મળી આવેલ જેથી તેની પુછપરછ કરતા પોતે આ પેપરમિલનો સિક્યુરીટી ગાર્ડ હોવાનુ જણાવેલ અને તેને રામસિંહ સઓ ફુલસિંહ રાજપુત રહે. ફેરીશ સ્પીનીંગમીલ તા.વાંકાનેર જી.મોરબી મુળ યુ.પી.વાળાએ સદરહુ જગ્યાએ પ્રાઇવેટ સીક્યુરીટી ગાર્ડ તરીકે રાખેલ હોવાનુ જણાવતા રામસિંહ સાઓ ફુલસિંહ રાજપુતને બોલાવી પુછપરછ કરતા પોતાની પાસે પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવવા અંગેનુ લાયસન્સ નહી હોવાનુ જણાવેલ જેથી રામસિંહ સ/ઓ ફુલસિંહ રાજપુત પવનસુત પેપરમીલ કારખાનામાં અન-અધિકૃત રીતે પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડતા તેઓ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
સંચાલકનું નામ સરનામુ
રામસિંહ સ/ઓ ફુલસિંહ રાજપુત ઉ.વ.૩૫ ધંધો પ્રાઇવેટ સિક્યુરીટી કોન્ટ્રાક્ટર તથા મજુરી રહે.હાલ ફેરીશ સ્પીનીંગમીલ અદેપર રોડ તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ તથા પોસ્ટ જેસારીકલા ગ્રામ પંચાયત ડકોર થાના ડકોર તા.ઉરઇ
જી.જાલોન (ઉતરપ્રદેશ)
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.એમ.એસ.અંસારી તથા શ્રી પો.સબ ઇન્સ. કે.આર.કેસરીયા તથા એ.એસ.આઇ રસીકકુમાર કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પો.હેડ કોન્સ. મુકેશભાઇ જોગરાજીયા તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મિયાત્રા તથા માણસુરભાઇ ડાંગર તથા સામંતભાઇ છુછીયા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*ઉતરાયણના પવિત્ર દિવસે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પ્રેરણાદાયી ગૌસેવા દાન*

Hello Morbi

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી 2022 માં વધુને વધુ મતદાન કરવા મોરબી જિલ્લા કલેકટર ની અપીલ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ના યુવાપત્રકાર ભાવિનભાઈ સેજપાલ નો આજે જન્મ દિવસ*

editor

Leave a Comment