• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ થરાનો સફળતાપૂર્વક સંપન્ન થયેલ બે દિવસીય વીરપુર યાત્રાપ્રવાસ*

શ્રી જલારામ સત્સંગ મંડળ થરાનો સફળતાપૂર્વક સંપન્ન થયેલ બે દિવસીય વીરપુર યાત્રાપ્રવાસ
પાલનપુર-રાધનપુર નેશનલ હાઈવે ઉપર કાંકરેજ તાલુકાના હ્દયસમા થરા નગરમાં પૂજ્ય જલારામ બાપા મંદિરની ધજા સત્કાર્યોના સુવાસ થકી અવિરત ફરકી રહી છે.થરામાં છેલ્લા પંદર વર્ષથી દર ગુરૂવારે રાત્રે નિયમિતપણે પૂજ્ય જલારામ બાપાનાં ભજન ખૂબ જ ધામધૂમપૂર્વક થાય છે.
ગત શનિ-રવિવારે થરા જલારામ સત્સંગ મંડળ દ્રારા 60 જેટલા ભાઈઓ-બહેનોનો બે દિવસીય વીરપુર-સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો.થરાથી ચોટીલા ચામુંડા માતાજી મંદિર,ચોટીલા જલારામ મંદિર,વાંકાનેર-જાલીડા રામધામ,કાગવડ-ખોડલધામ થઈ વીરપુર દર્શન-ભોજન પ્રસાદ પતાવી રાત્રિ મુકામ કર્યો હતો.બીજા દિવસે વીરપુર મંદિરે મંગળા આરતીનાં દર્શન કરી,સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર,કમીજલા ભાણ સાહેબની જગ્યા,બેચરાજી માતાજી મંદિર તેમજ બેચરાજી જલારામ મંદિર થઈ સૌ પરત થરા પહોંચ્યા હતા.યાત્રાપ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે તમામ બહેનો ઉપરાંત સર્વ ભગવાનભાઈ બંધુ,વિજયભાઈ ઠક્કર,નિરંજનભાઈ એ.ઠક્કર,રાજુભાઈ લાટીવાળા,ભરતભાઈ હાલાણી,ધીરૂભાઈ પાંચાણી,રાજુભાઈ પટેલ,ઘનશ્યામભાઈ,દીલીપભાઈ,મનોજભાઈ સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.રમીલાબેન,શિલ્પાબેન,ઉર્મિલાબેન,વર્ષાબેન,અંજુબેન,હેતલબેન,ગોદાવરીબેન સહિત તમામ બહેનોએ સુચારૂ તેમજ સફળ આયોજન માટે સંપૂર્ણ સહકાર આપ્યો હતો.શ્રી જલારામ સત્સંગ મંડળ થરાના ભજનમાં થતી તમામ આવક શ્રી જલારામ મંદિર થરા સંચાલિત અન્નક્ષેત્રમાં વપરાય છે.આગામી દિવસોમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે જલારામ મંદિર થરાના પ્રાંગણમાં વિશાળ જલારામ ભોજનાલય,જલારામ આરોગ્યધામ તેમજ જલારામ અતિથિગૃહ બનાવવાનું પણ આયોજન છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પુષ્પ નક્ષત્ર નિમિત્તે મોરબીમાં બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન*

editor

*૩૧ ડિસેમ્બરના રોજ દીવ તરફથી નસો કરી આવતા ઈસમોને પકડી પાડી કુલ ૫૮ ગુન્હા દાખલ કરતી કોડીનાર પોલીસ*

Hello Morbi

*જોડીયા કોર્ટેમા 72મા પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામા આવી*

Hello Morbi

Leave a Comment