• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સ્વ શ્રી ઓ આર પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે ટંકારા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો*

હર્ષદરાય કંસારા ટંકારા: પાટીદાર રત્ન ભામાશા ઓ.આર. પટેલ સાહેબને ટંકારા તાલુકાના લોકોએ રક્તદાન કરી તેમજ દેહદાન નો સંકલ્પ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે.
શ્રી સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ ટંકારા દ્વારા પ્રેરણામૂર્તિ અને ઓરપેટ સંકુલના સ્થાપક ઓ. આર. પટેલ સાહેબની 11મી પુણ્યતિથિ નિમિત્તે ટંકારા ઓરપેટ સંકુલમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયેલ .
ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા , સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, સીદસર મંદિર ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઈ વાંસ જાળિયા,તથા પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, બિન અનામત આયોગના પૂર્વ ચેરમેન બી . એચ.ઘોડાસરા
સામાજિક અગ્રણી અને સનહટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા, માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા ,સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ વાલમજીભાઈ રાજપરા, પટેલ સમાજના ટ્રસ્ટી મહાદેવભાઇ દેસાઈ વિગેરે ઉપસ્થિત રહેલ.
શ્રીસંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ પંચાણભાઈ ભૂત, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર , મંત્રી ધનજીભાઈ ઝાલરીયા ,ગોપાલભાઈ રતનપરા, ટ્રસ્ટીઓ અને આચાર્ય અસ્મિતાબેન ગામી, લીંબાભાઇ ,દીપકભાઈ સુરાણી તથા ટંકારા તાલુકાના આગેવાનો અને સામાજિક કાર્યકરો તેમજ ઓરપેટ સંકુલ શૈક્ષણિક તથા વહીવટી સ્ટાફ વગેરે જહેમત ઉઠાવેલ .
ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ ભાલોડીયા તથા અજંતા ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ ભાલોડીયા દ્વારા રક્તદાતાઓનું યાદગીરી રૂપે ભેટ આપી સન્માન કરાયેલ. સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ તથા બ્લડ બેન્ક દ્વારા પ્રમાણપત્ર અપાયેલ.
બ્લડ બેન્ક ના ડોક્ટરો તથા સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરાયેલ .
રક્તદાન કેમ્પમાં અગ્રણી વગરમજીભાઇ રાજપરા તથા મહાદેવભાઇ દેસાઈએ દેહ દાનનો સંકલ્પ લીધેલ. અને બીજાને પ્રેરણા ા આપેલ. સવાર થી રક્તદાતાઓ ની બ્લડ ડોનેશન માટે લાંબી લાઈન લાગેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:હળવદના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીનનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI: બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારેસિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ યોજાશે*

editor

Leave a Comment