• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો*

વાંકાનેરના નવાપરા રામકૃષ્ણ નગર કન્યા શાળા ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓ સ્વતંત્ર રીતે પોતાના નિર્ણય લઈ પોતાના અધિકારોને જીવી અને જાણીને પોતાના સ્વપ્ન પુરા કરી શકે તે બાબત પર ભાર મુકી મહિલાઓને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી.

મહિલા સ્વાવલંબી બને તેમજ સમાજ અને પરિવારમાં તેનું વર્ચસ્વ બની રહે તે માટે સરકાર દ્વારા મહિલાઓ લગતી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, વિકલાંગ યોજના, નિરાધાર તથા વૃદ્ધ પેન્શન, ભરણ પોષણ કાયદો વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.

ઉપરાંત કાર્યક્રમમાં મહિલા અને કિશોરીઓને તેમના હકો તથા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે સમજ આપી કિશોરી તથા બહેનોના પ્રશ્નો સાંભળી યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી લગ્ધીરકા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના દેવ પ્રોજેક્ટના કો.ઓર્ડીનેટરશ્રી મયુર સોલંકી, જિલ્લા બાળ વિકાસ વિભાગના રંજન મકવાણા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંલગ્ન સિનિયર સિટીઝન હેલ્પ લાઇન ૧૪૫૬૭ ના રાજદીપ પરમાર અને મહિલા કમિટીના બહેનો તથા અલગ અલગ વિસ્તારની કિશોરી તથા માતા અને બહેનોએ હાજરી આપી હતી.

Related posts

*મોરબીમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ ઉત્સવનું આયોજન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વારાહી પાબુદાદા આચાર્ય પરિવાર ટ્રસ્ટના નવા વરાયેલા પ્રમુખ મુકેશભાઈ ગણેશભાઈ આચાર્યનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

*HELLO MORBI:ભાવપર ગામની સીમ માંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૫૦મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment