• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે.ના મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

મોરબી તાલુકા પો.સ્ટે.ના મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.
શ્રી અશોક કુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ ગંભીર ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા શ્રી,ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI જીજ્ઞાસાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજાને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૭૨/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૦૭ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી સંતોષ રામાધીન શાસ્ત્રી રહે. મુળ બંડુઆ તા. સરીદા જી. હમીરપુર ઉત્તર પ્રદેશ વાળા વલસાડ, સેલવાસ તરફ હોવાની ચોકકસ હક્કિત મળેલ હોય જે હક્કિત આધારે પોલીસ ટીમ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી સંતોષ રામાધીન દુબે (શાસ્ત્રી) ઉ.વ. ૩૮ ધંધો સિક્યુરીટી રહે. મુળ બંડુઆ તા. સરીદા, થાણુ મુસ્કરા જી. હમીરપુર ઉત્તર પ્રદેશ વાળો રહે. હાલ. સાયલીગામ, સાયલી- સેલવાસરોડ ઉપર સાંઇબાબના મંદિર સામે, ચાલમાં તા.જી. સેલવાસ વાળો મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૬ મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે*

editor

*જામનગરના જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૨/૦૧/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

Leave a Comment