• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

જામનગર જિલ્લો નશા મુક્ત કરવા અભિયાન શરૂ કરાયો

જામનગર તા.19  જામનગર ના ધુંવાવ વિસ્તારમાં આવેલ SBI અંતર્ગત RSETY તાલીમ સંસ્થાનમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો ને નશા મુક્ત ભારત અભિયાન હેઠળ જામનગર જિલ્લો નશા મુક્ત બને તે માટે અવેરનેશ ફેલાવવામાં આવેલ.જેમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને સમાજની અંદર નશા કારક પદાર્થોનું સેવન ન કરવા તેમજ તેનાથી દૂર રહેવા માટે જાગૃતતા લાવવા માહીતી આપેલ..અને સમાજમાં જાગૃતિ લાવવા જણાવેલ.જેમાં ઉપસ્થિત જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા એકમ માંથી શ્રી કમલેશભાઈ બામણીયા, પરેશભાઈ કોટા અને RSETY તાલીમ સંસ્થામાંથી શ્રી રાજેન્દ્રભાઈ તડવી અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહેલા. આ ઉપરાંત સરકાશ્રીની વિવિધ યોજના જેમકે, પાલક માતા પિતા યોજના , દિવ્યાંગ લોકોની સાધન સહાય, પેન્શન યોજના જેવી યોજનાઓ તથા ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાટી દ્વારા આયોજિત હેલ્લો બાળ સુરક્ષા કાર્યક્રમ ની માહિતી આપી કાર્યક્રમ નિહાળવા જણાવેલ અને IEC નું વિતરણ કરવામા આવેલ..
શરદ એમ.રાવલ…હડિયાણા..

Related posts

*HELLO MORBI:ઘરે થી નીકળી ગયેલા મહિલા નુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી*

editor

*HELLO MORBI:મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ*

editor

72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા ટંકારા એસ આઈ ફિરોઝ ખાન ઇબ્રાહિમ ભાઈ પઠાણ નો સન્માન કરાયું

Hello Morbi

Leave a Comment