• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ડીસા જલારામ મંદિર ખાતે જલારામ જન્મ જયંતી સાદગી પૂર્વક ઉજવવામાં આવશે

સ્નેહસભર નિમંત્રણ તારીખ 21-11-2020 શનીવાર કારતક સુદ-7 પૂજ્ય જલારામબાપાની 221મી જન્મજયંતી ડીસા જલારામ મંદિરે સાદગીપૂર્ણ માહોલમાં ઉજવાશે..વહેલી સવારથી જ પૂજન,જન્મજયંતી મહોત્સવ,પેકીંગ પ્રસાદ વિતરણ જેવા વિવિધ કાર્યક્રમો હશે…પણ..પણ..પણ..
સૌથી અગત્યની વાત…આ વખતે સરકારી ગાઈડ લાઈન મુજબ સૌ જલારામ ભકતો ફરજીયાત માસ્ક પહેરીને જ મંદિરે પધારે અને સોશીયલ ડીસ્ટન્સ જાળવીને દર્શન કરે તેવી વિનંતી…..
જો આપ સહપરિવાર મંદિરે પધારવાના હોવ તો નિયમો સાચવવામાં સહેજ પણ ઢીલાશ ના કરતા.આપની સલામતીમાં જ ડીસા નગરની સલામતી છે.બાપાનો પ્રસાદ પણ પેકીંગમાં જ અપાશે..કોરોના સંક્રમણ થાય અને વધારે વસ્તી ભેગી થાય તેવા ભોજન પ્રસાદ અને શોભાયાત્રાના કાર્યક્રમો સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ આ વર્ષે મોકૂફ રાખેલ છે.. આ મેસેજ આપના નામથી જ બીજા મિત્રોને પણ મોકલવા વિનંતી..
આપની સક્રિયતા,જાગૃતતા,કર્મઠતા,શ્રધ્ધા બદલ ખુબ ખુબ અભિનંદન….
ભગવાનભાઈ બંધુ ડીસાના બાપા સીતારામ જય જલારામ
નમ્ર નોંધ:સમય વર્તે સાવધાન મુજબ યોગ્ય સહકાર આપવા વિનંતી..

Related posts

*HELLO MORBI: વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર*

editor

*હડિયાણા કન્યા શાળામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડા સામે ટક્કર લેવા તૈયાર NDRF ની ટીમ*

editor

Leave a Comment