• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કર માંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કર માંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.
શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને મોરબી જિલ્લામાં આગામી મકરસંક્રાંતીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્તીથી સુદ્રઢ બની રહે તે સારૂ ચોરી છુપીથી ચાલતી પ્રોહીબીશનની ગે.કા. પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને જરૂરી સુચના કરતા પો.ઇન્સ. શ્રી એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મોરબીનાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમાં દ્વારકાધીશ હોટલ પાછળ પડતર ખરાબા, ખાણ વિસ્તારમાં ગે.કા. રીતે ગેસ ટેન્કરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી આયાત કરી નાના વાહનોમાં ભરી હેરાફેરી કરી ઇંગ્લીશ દારૂનું કટીંગ કરતા હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફ સાથે રેઇડ કરતા સ્થળ પરથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ ગેસ ટેન્કર, બોલેરો નંગ-૦૨ તથા ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૬૬૭ બોટલો નંગ-૮૦૦૪ કી.રૂ. ૩૨,૮૬,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કી.રૂ. ૫૮,૮૬,૮૦૦/- નો મુદામાલ મળી આવતા વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે પ્રોહી ધારા તળે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.
પકડાયેલ મુદામાલની વિગત
૧. ઓલસીઝન ગોલ્ડ કલેકશન વ્હીસ્કી ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં- ૧૩૨૦ કી.રૂ.૫,૨૮,૦૦૦/-
૨. મેગ્ડોવેલ-૦૧ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં-૪૯૪૪ કી.રૂ.૧૮,૫૪,૦૦૦/-
૩. રોયલ ચેલેન્જ વ્હીસ્કી ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં- કી.રૂ. ૧૭૪૦ કી.રૂ. ૯,૦૪,૮૦૦/-
૪. મહીન્દ્રા કંપનીનુ ગેસ ટેન્કર રજી. નં. RJ-14-GH-3235 કી.રૂ. ૧૨,૦૦,૦૦૦/- ૫. મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંગ-૦૨ કી.રૂ. ૧૪,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૫૮,૮૬,૮૦૦/- નો
મુદામાલ જેમાં ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૬૬૭ કુલ બોટલો નંગ-૮૦૦૪
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

દિલ્હીમાં વધતા કોરોના કહેરથી ગભરાઈ મહારાષ્ટ્ર સરકાર, લગાવી શકે છે આ પ્રતિબંધ

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના કેદારીયા ગામેથી ઈંગ્લીશદારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:યોજાયેલ પાટીદાર જનક્રાંતિ સભામાં સિલેકટેડ લોકોનેજ કેમ બોલાવાયા: ચેરમેન લોરીયાનો વેધક સવાલ*

editor

Leave a Comment