• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: શાળા કક્ષાએથી જ બાળકોને નશાથી દૂર રાખવાનશામુક્ત ભારત અભિયાન સાર્થક*

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને બાળ કલ્યાણ પ્રવૃતી, ચાઈલ્ડ હેલ્પ લાઈન અને નશામુક્ત ભારત વગેરે વિષયો પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં પાલક માતાપિતા યોજના અને માનવ ગરીમા અંતર્ગત લાભાર્થીને કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ વિવિધ મુદ્દા જેવા કે મહિના દરમિયાન કરવામાં આવેલ બાળ સંભાળ સંસ્થાનું નિરીક્ષણ, પાલક માતાપિતા સાથે મુલાકાત, રેલ્વે કમીટીનું ગઠન, વિશિષ્ટ પ્રવૃતી, તાલીમ કાર્યક્રમ વગેરે કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.

દેશનો નાગરિક નશાથી દૂર રહે તે વાતની તકેદારી રાખી શાળા કક્ષાએથી જ નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં શાળાની આસપાસ નશાજનક વસ્તુના વેચાણ પર પ્રતિબંધ તેમજ મહિના દરમિયાન ૫૧ શાળામાં નશામુક્તિ કાર્યક્રમ અને સી.સી. ટીવી કેમેરાથી શાળામાં મોનેટરીંગ ઉપરાંત સ્લમ વિસ્તારમાં ૭ નશામુક્તિ કાર્યક્રમ સહિત પોલીસ દ્વારા ૨૨ જનજાગૃતી કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, અધિક જિલ્લા કલેક્ટરશ્રી એસ.જે. ખાચર સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૨ મી જન્મજયંતિ બપોરે-સાંજે મહાપ્રસાદ સહીત સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:મિશન નવભારતના મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment