• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લા દ્વારા ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટો ઉપર લાગતા 𝐆𝐒𝐓 ને ૧૮ % થી ઘટાડીને ૫ % કરવા માટે રજૂઆત કરાઈ*

લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટો ઉપર લાગતા GST ને ૧૮ % થી ઘટાડીને ૫ % કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

*ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડકટ ઉપર લાગતા GST ઘટાડા માટે રજૂ કરવામાં આવેલ મુખ્ય કારણો:-*
મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેમાં ૯૦૦ થી વધારે યુનિટો આવેલા છે *જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૦ લાખ થી વધુ લોકો ને રોજગારી પુરી પાડવામાં સહાયક બની રહ્યા છે.*

🕉️👉🏻 ટાઇલ્સના વિકલ્પમાં માર્બલ ઉપલબ્ધ છે જે ટાઇલ્સ કરતા ૪૦ થી ૬૦ % મોંઘો છે. આ સિવાય *ટાઇલ્સ નો બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.*
મોરબીનું વાર્ષિક ટર્ન ઓવર ૭૦,૦૦૦ કરોડ થી વધારે છે અને એક્સપોર્ટનું ટર્ન ઓવર ૧૫,૦૦૦ કરોડ થી વધારે છે જે *ભારતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે.*
ભારતના ૯૦% થી વધુ લોકો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે *જેમના માટે નાનું મકાન પણ સપનું હોય છે* અને તેમના સપનાના ઘર માટે *ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ જરૂરિયાત છે.*
ટાઇલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટના જીએસટી ઘટાડાથી *મકાન નું કોસ્ટિંગ ૭-૮ % ઘટશે જે લાખો પરિવારોને તેમના સ્વપ્નનું ઘર બનાવવામાં આશીર્વાદરૂપ છે.*
મોરબીના ઉદ્યોગો MSME કેટેગરીમાં આવે છે જે ખૂબ પાતળા માર્જિન સાથે વેપાર કરે છે. *જીએસટી માં ઘટાડો તમામ ઉદ્યોગો માટે ફાયદાકારક નીવડશે*
પ્રધાનમંત્રી આવસ યોજના જેવી અનેક યોજનાઓને વેગ મળશે જેનાથી *સમાજના પછાત અને ગરીબ વર્ગને ખૂબ ફાયદો થશે*
હિતાત્મક મુદ્દાઓ સાથે થયેલ આ રજૂઆત હકારાત્મક પરિણામ આપે તે આશા સહ આભાર.
આભાર સહ,
મહામંત્રી,
લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સંભવિત વાવાઝોડાં ને પગલે સેવાયજ્ઞ સતત ૪ દીવસથી અવિરત ચાલુ*

editor

*HELLO MORBI:જોડીયા ની ૬ વર્ષ ના માસુમ બાળકી એ રોજુ રાખી ખુદાની ઇબાદત કરી*

editor

*HELLO MORBI:બંધુ સેવા ટ્રસ્ટ દ્રારા ડીસા નગર તેમજ ડીસા તાલુકાની તમામ સંસ્થાઓની બનનાર પ્રેરણાદાયી ડિરેક્ટરી*

editor

Leave a Comment