• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જલારામ મંદિર થરાની પદયાત્રાનો સંકલ્પ પૂર્ણ કરતા દિયોદરના જલારામ ભકત શ્રી મનુભાઈ રતિલાલ ઠકકર*

જલારામ મંદિર થરાની પદયાત્રાનો સંકલ્પ પૂર્ણ કરતા દિયોદરના જલારામ ભકત શ્રી મનુભાઈ રતિલાલ ઠકકર (મોઝરૂવાળા)
ગત વર્ષે તારીખ 25-2-2023 ફાગણ સુદ પાંચમના પવિત્ર દિવસે દિયોદર જલારામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો.દિયોદરમાં પૂજ્ય જલારામ બાપાનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય મંદિર બને અને સુખશાંતિપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થાય તે માટે મંદિરના મુખ્ય સમર્પિત અગ્રણી પ્રમુખ કાર્યકર શ્રી મનુભાઈ રતિલાલ ઠકકરે (મોઝરૂવાળા) થરા જલારામ મંદિર ચાલતા જવાની બાધા (સંકલ્પ) રાખી હતી.
શ્રી મનુભાઈ તેમજ તેમનાં ધર્મપત્ની શ્રીમતી પ્રવિણાબેને તારીખ 29-1-2024 સોમવારે વહેલી સવારે દિયોદરથી પગપાળા ચાલી બપોરે 2=00 વાગે થરા જલારામ મંદિરે આવી દર્શન કરી તેમનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો.
થરા જલારામ મંદિર ખાતે ટ્રસ્ટી શ્રી નિરંજનભાઈ અચરતલાલ ઠકકર તેમજ પૂજારીજીએ તેમનું ભાવભીનું સ્વાગત-સન્માન કરી મીઠો આવકાર આપી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી.શ્રી મનુભાઈએ દિયોદર જલારામ મંદિરનું કાર્ય સર્વોતમ રીતે સંપન્ન થવા બદલ પૂજ્ય જલારામ બાપાની સાથેસાથે તમામ કાર્યકરો,દાતાઓ તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌકોઈનો હ્દયપૂર્વક આભાર માની સૌવતી થરા જલારામ મંદિરે દર્શન કરી સૌની પ્રગતિ તેમજ સુખાકારી માટે પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના કરી હતી.ડીસા જલારામ મંદિરના ટ્રસ્ટી ભગવાનભાઈ બંધુએ પણ મનુભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

*HELLO MORBI NEWS: વિશાલ પટેલ MOEFCCPC ના ડિરેક્ટર પદ માટે નોમિનેટ થયા.ગુજરાત રાજ્ય અને દિવ-દમણની જવાબદારી મળી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન– મોરબી જ્યાં જ્ઞાન બને શક્તિ, સંસ્કાર બને ઓળખ અને સિદ્ધિ બને ગૌરવ*

editor

*HELLO MORBI:રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારીત કરવા અંગે રચાયેલા ઝવેરી પંચનો અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરાયો*

editor

Leave a Comment