
જોડિયા – માણામોરા ના રેકલેમેશન પાળા ના કોઝવે નું ઘોવાણ _!* તા.પં,ના વિરોધ પક્ષ ની રજૂઆત*
જોડિયા :- જોડિયા સહિત તાલુકાના ૮ થી ૧૦ ગામો દરિયા કાંઠો ઘરાવે છે, વર્ષોથી ભર્તી સમય દરિયા નું ખારૂં પાણી ગામ સુધી પોહચી રહ્યું છે જેનાં કારણે જમીનો ખરાશ થી પ્રભાવિત થઈ રહી છે, દરિયા નું ખારૂં પાણી ને અટકાવવા માટે કેન્દ્ર સરકાર ની દરિયા કાંઠા ઉપર રેકલેમેશન પાળા નું પુર્વ સમય માં માટીનાં પાળા નિર્માણ થયું છે, અને અમુક સ્થળે પાળો પર કોઝવે નું પણ નિર્માણ થયેલ છે , લોકો ની અવરજવર માટે,૮૦ ના દાયકા બાદ કેન્દ્ર સરકાર ની દરિયા નું ખારૂં પાણી રોકવા માટે જીલ્લા પંચાયત દ્વારા દરિયા કાંઠા વિસ્તારમાં માટીનાં પાળા સાથે કોઝવે નિર્માણ કરાયું હતું, ત્યાર બાદ તંત્ર દ્વારા રેકલેમેશન પાળા પર સરકાર ની ઉદાસીનતા જોવા મળેલ. વર્ષો થી રેકલેમેશન પાળા ના ઘોવણ થી દરિયા નું ખારૂં પાણી ગામતળ સુધી પ્રવેશી રહ્યું છે, સર્વ થી વઘુ લોઘે પગપાળા જતા સાગર ખેડુ અને ખેડૂતો વર્ગ માટે ક્ષતિગ્રસ્ત રેકલેમેશન ના પાળો ઉપર થી અવરજવર મુસીબત નું કારણ બન્યું છે.આ સમગ્ર હકીકત ૩૦/૩૫ વર્ષ થી ભાજપા સરકાર માં લોકો દ્વારા ચુંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધિશો આજસુધી નજર અંદાજ કરતાં આવ્યાં, ઉપરોક્ત વિષય ને લય સ્થાનિક અને જીલ્લા તંત્ર ને જગાડવા માટે જોડિયા તા,પં ના વિરોધપક્ષના નેતા અને સામાજિક કાર્યકર ઉપરાંત એડવોકેટ હાજી મામદ બારૈયા આગળ આવી ને જોડિયા -માણામોરા રેકલેમેશન પાળા ઉપર સંપૂર્ણ ઘોવાણ થયેલ કોઝવે નું પુનઃ નિર્માણ ની માંગણી કરી છે અને આ સમગ્ર બાબત જોડિયા ગામ પંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ કરીને જીલ્લા અને ગાંઘીનગર સુધી લિખિત માં રજુઆત મોકલી છે, અહેવાલ , લલીત નિમાવત બાલંભા.૧૯/૬/૨૬.
