
માળીયા(મિં) પો.સ્ટે. વિસ્તારમાથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક હથિયાર નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૧૬/૦૬/૨૦૨૬
શ્રી ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ વિભાગ ભુજનાએ ગે.કા. હથિયાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી, મુકેશ પટેલ પોલીસ અધીક્ષક મોરબીએ ઉપરોકત અસરકારક કામગીરી કરવા સારૂ શ્રી આર.સી.ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી સુચના માર્ગદર્શન આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના પો.સબ.ઇન્સશ્રી બી.ડી.ભટ્ટ,તથા શ્રી વી.જી.માલાણી પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તથા સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હતા દરમ્યાન એ.એસ.આઇ. ઇશ્વરભાઇ મેલાભાઇ કલોતરા, અ.હે.કો. ભરતભાઈ ઘેલાભાઇ જીલરીયા, સેખાભાઇ સંગ્રામભાઇ પેરોલફર્લો સ્કોડ મોરબી તથા પો.કોન્સ. પ્રદીપસિંહ બહાદુરસિંહ એલ.સી.બી. મોરબી નાઓને સંયુક્તમાં ખાનગી હકીકતના આધારે માળીયા- મોરબી ને.હા. રાખોડીયા વાંઢ જવાના રસ્તાના નાકા પાસેથી એક ઇસમ હાથ બનાવટની જામગરી બંદુક હથિયાર સાથે મળી આવતા જેના વિરુધ્ધ માળીયા (મિં)પો.સ્ટે.માં હથીયાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ:-
રમજાન મુસાભાઇ કાજેડીયા મિયાણા ઉ.વ. ૩૫ ધંધો- મજૂરી રહે. કાજરડા ગામ તાલુકો માળીયા જીલ્લો મોરબી મોબાઈલ નંબર ૯૮૨૫૬૨૧૧૯૫
પકડાયેલ મુદામાલની વિગત:-
દેશી હાથ બનાવટની લોખંડની જામગરી બંદુક હથિયાર નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી આર.સી.ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી, તથા શ્રી બી.ડી.ભટ્ટ, પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા શ્રી વી.જી.માલાણી પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલા હતા.
