• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વર્ષોથી ચાલતા રાજકોટ ફડસર રૂટના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફર જનતા ને હાડમારી ઉભુ કરતુ એસ.ટી. તંત્ર*

રાજકોટ: તા ૧૭ (*લલિત નિમાવત દ્વારા*)વર્ષોથી ચાલતા રાજકોટ ફડસર રૂટના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફર જનતા ને હાડમારી ઉભુ કરતુ એસ.ટી. તંત્ર
રાજકોટ એસ.ટી.ડેપોમાં અંધેરી નગરી ને ગંડુ રાજા જેવો વહીવટ હોય તેમ ડેપોમેનેજર ની અણઆવડત કારણે વર્ષોથી ચાલતો રૂટ 8.45 રાજકોટ ફડસર નો રૂટ ગત વર્ષની માફક આ વર્ષે પણ ડેપોમેનેજરે મનસ્વી રીતે પોતા ની અણઆવડત નો પ્રયાસ કરી રોજિંદા વિદ્યાર્થીઓ તેમજ એસ.ટી.ના ચાહક મુસાફરો ને લિમિટેડ બસ મળતી હોવા છતાં હાડમારી ઉભી કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ રોજીંદા મુસાફર જનતા ને વધારા નું આર્થિક ભારણ વહન કરી પ્રાઇવેટ વાહનો નો લાચારી થી ઉપયોગ કરવા મજબુર કરેલ છે ના આક્ષેપો છે આ રૂટ મા ચાલતા કંડકટર દ્રાઈવર પોતાની મનમાની ચલાવી ડેપો પર બસ નિયમ મુજબ સમયસર પ્લેટફોર્મ લગાવી મા આવતી નથી બસ એસ.ટી.ડેપોમાં પડી હોવા છતાં રૂટબોડ ન લગાવી વિદ્યાર્થીઓ પેસેન્જરો ગુમરાહ કરવા આવે છે ઉપડવા ના સમયને એકાદ બે મિનિટ ની વાર હોય ત્યારે રૂટ બોડ તેમજ પ્લેટફોર્મ લગાવવામાં આવે છે રસ્તાઓમાં પેસેન્જરો હાથ ઊંચો કરવા છતાં નિયત સ્ટોપ પરથી પેસેન્જરો નથી લેવામાં આવતા ના મોરબી ડેપો પર પેસેન્જરો આમરણ થી આગળ ના ગામડાઓના પેસેન્જરો જવા માંગતા હોવા છતા આ રૂટ આમરણ થી આગળ નહિ જાય તેમ કહી પેસેન્જરો ને સુવિધા થી વંચિત રાખવા ના આક્ષેપો છે એસ.ટી.તંત્ર ના નિયમ એકજ રૂટ મા ચલાવવા નો નથી છતાં ડેપોમેનેજર તેમજ તેના તાબાના કર્મચારીઓ ની મહેરબાની થી ફરજીયાત ચલાવાય છે પેસેન્જરો ની ફરિયાદ ને દાદ નથી મળતી ના આક્ષેપો છે એસ.ટી.તંત્ર રૂટ ને તેના મૂળ સમય પર ચલાવી કંડકટર દ્રાઈવર ને બદલી સારા કંડકટર દ્રાઈવર મુકવામાં આવે તો પેસેન્જરો મળતી સુવિધા ચાલુ રહી શકશે તેવી વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જરો ની ત્રિવ માંગ ઉઠી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સિરા, એસો નાપ્રમુખ મનોજ એરવાડિયાએ નવનિયુક્ત મહાનગરપાલિકાના કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત લીધી*

editor

*કોંગ્રેસ પક્ષના રાજ્ય વ્યાપી ધરણા ના કાર્યક્રમ ના ભાગરૂપે જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જોડિયા ખાતે કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીત ભાઈ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૦૫ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment