• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર-જાલીડા રામધામના સેવકોએ ડીસા રઘુવંશી લોહાણા સમાજને પાઠવ્યું નિમંત્રણ*

વાંકાનેર-જાલીડા રામધામના સેવકોએ ડીસા રઘુવંશી લોહાણા સમાજને પાઠવ્યું નિમંત્રણ
વાંકાનેર-જાલીડા ખાતે અંદાજે 100 વીઘા જગ્યામાં રૂપિયા 100 કરોડના ખર્ચે ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીના વડપણ હેઠળ રામધામ બની રહેલ છે.આ પવિત્ર જગ્યામાં તારીખ 16 થી 19 ફેબ્રુઆરી 2024 દરમિયાન 108 કુંડી રામયજ્ઞ તેમજ ભૂમિપૂજનનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.આ પ્રેરણાદાયી અવસરને લઈ વિનુભાઈ કટારીયાના માર્ગદર્શન હેઠળ ચોટીલાના નવીનભાઈ પૂજારા,ટંકારાના રીતેષભાઈ કકકડ તેમજ મોરબીના પંકજભાઈ બુધ્ધદેવ ઉતર ગુજરાતમાં નિમંત્રણ પાઠવવા નીકળ્યા હતા.
આડેસર,સાંતલપુર,વારાહી,રાધનપુર,ભાભર,દિયોદર,થરા,શિહોરી,ભીલડી થઈ આ ટીમ ડીસા જલારામ મંદિરે આવી પહોંચતાં ડીસાના 41 જેટલા રઘુવંશી અગ્રણી ભાઈઓ-બહેનોએ તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું.
રામશીલાની પૂજનવિધિ બાદ મહેમાનોનું ફૂલછડીથી સન્માન કરી વાંકાનેર-જાલીડા રામધામની વિગતો સૌએ જાણી હતી.ચોટીલાના નવીનભાઈ પૂજારા તેમજ ડીસાના રઘુવંશી અગ્રણી ભગવાનભાઈ બંધુએ રામધામ વિષે વિગતો આપી હતી.અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના અગ્રણીઓ દેવચંદભાઈ એન.ઠકકર,ડાયાલાલ જોબનપુત્રા,પ્રહલાદભાઈ અંબાલાલ ઠક્કર,શંકરભાઈ હાલાણી,નટુભાઈ જી.આચાર્ય,કમલેશભાઈ રાચ્છ,પ્રહલાદભાઈ સહયોગ,શારદાબેન આચાર્ય,બીનાબેન એ.ઠકકર,અંજુબેન કારિયા,મીતાબેનઠકકર,ફાલ્ગુનીબેન ચોકસી,ચેતનાબેન કાનાબાર,રીપલબેન ઠકકર,સ્મિતાબેન ઠકકર,આનંદભાઈ પી.ઠક્કર,પરેશભાઈ જીવરાણી,દીલીપભાઈ રતાણી,નરેશભાઈ ઉડેચા,ભાવેશભાઈ જોબનપુત્રા,વૈકુંઠભાઈ કારિયા,કનુભાઈ હાલાણી,પિયુષભાઈ ઠકકર,નિરંજનભાઈ આઈ.ઠકકર,લાલાભાઈ,મહેશભાઈ ઠકકર,દિનેશભાઈ ચોકસી,આર.ડી.ઠકકર,સુરેશભાઈ ટી.ઠક્કર,ધર્મેશભાઈ ઠકકર,ભરતભાઈ પૂજારા સહિત સૌએ સાથે મળી મહેમાનોને આવકારી રામશીલાનું પૂજન કરી આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
વાંકાનેરથી પધારેલ મહેમાનોએ તેમના સન્માન તેમજ આમંત્રણના સ્વિકાર બદલ ૠણભાવની લાગણી દર્શાવી રાજીપો વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન,સંકલન તેમજ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.ડીસાનો કાર્યક્રમ પૂર્ણ કરી સૌ મહેમાનો પાલનપુર,પાટણ,હારિજ તેમજ મહેસાણા લોહાણા સમાજને આમંત્રણ આપવા રવાના થયા હતા.

Related posts

*HELLO MORBI:ધાંગધ્રા દરિયાલાલ મંદિર ખાતે છઠમ પાટોત્સવ ની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI: જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment