• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પડધરી:વીમા કંપની ને વીમો ના ચૂકવવો પડે એટલે ઠાગાઠૈયા કરતા હોવાના આક્ષેપ સાથે મીડિયા અને સત્તાધારી સમક્ષ રજૂઆત*

પડધરી ના ઢોકળીયા ના દર્દી ને કાનની તકલીફ માત્ર 3 વર્ષ ની હતી વીમો ન ચૂકવવો પડે એટલે 20 વર્ષની તકલીફ બતાવાઇ કાન ની સર્જરી માટે દાખલ થયેલા દર્દી સાથે વીમા કંપની આને હોસ્પિટલે રમત કરતા રોષ.
રાજકોટ ની એચ.સી.જી. હોસ્પિટલ અને વીમા કંપની ની મીલીભગત…. પડધરી તાલુકાના ઢોકળીયા ગામના દર્દી સાથે રાજકોટની HCG હોસ્પિટલ તથા વીમા કંપની દ્વારા અસહકાર ભરેલો વ્યવહાર કરીને જાણી જોઈને ખોટું સર્ટીફીકેટ રજૂ કરી ક્લેમ નામંજૂર કરતા દર્દી દ્વારા ગ્રાહક સુરક્ષા અને અન્ય વિભાગોમાં લાગતા વળગતા સત્તાધિશોને લેખિત ફરિયાદ કરી ન્યાય અપાવવા માંગણી કરી. દર્દીના પુત્ર મુકુલ ભદ્રકિયાએ અબતક ના પત્રકાર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. પડધરી તાલુકાના ઢોકળીયા ગામે મહિલા સહકારી દૂધ મંડળીના મંત્રી ભદ્રકીય મનીષભાઈ ને કાનની સર્જરી માટે રાજકોટ શહેરના અયોધ્યા ચોક થી નજીક આવેલ HCG હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સમયે તબીબને પ્રાથમિક પૂછપરછ દરમિયાન મનીષભાઈએ નિવાબૂપા કંપનીનો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હોવાનું તેમજ કાનમાં બે થી ત્રણ વર્ષથી તકલીફ હોવાનું પણ જણાવ્યું હતું એટલે હોસ્પિટલ દ્વારા ઉપરોક્ત વીમા કંપનીમાં તમામ ડોક્યુમેન્ટ સબમીટ કરાવેલા કાગળો ના પણ બે થી ત્રણ વર્ષથી કાનમાં તકલીફ હોવાનું સર્ટિફિકેટ પણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ કાનની સર્જરીમાં દોઢથી બે લાખ જેવો ખર્ચ થઈ ગયો હોય અને વીમા કંપનીને આટલી રકમ ચૂકવવી પડે તેમ હોય તેથી વીમા કંપનીની અને હોસ્પિટલ વાળાઓની મિલીભગત થી બીજું સર્ટિફિકેટ 20 વર્ષથી કાનની તકલીફ હોવાનું બનાવી વીમા કંપનીને મોકલ્યાનો મુકુલભાઈએ આક્ષેપ કર્યો હતો. વીમા કંપનીએ પરિણામે મનીષભાઈ નો ક્લેમ નામંજૂર કર્યો છે આ અંગે ન્યાય આપવા અરજદારે ગ્રાહક સુરક્ષા મંડળ અને લાગતા વળગતા તમામ સતાધીશોને ન્યાય માટે રજૂઆત કરી છે.

Related posts

*HELLO MORBI:નેશનલ હાઈવે ઉપર જાહેરમા ફટાકડા ફોડી બર્થ-ડે સેલીબ્રેશનકરતા ઈસમોને પકડી પાડી કાયદાનુ ભાન કરાવતીવાંકાનેર સીટી પોલીસ*

editor

*જામનગરના જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ જોષી ની વરણી*

editor

Leave a Comment