• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: તા.૦૧-૦૪-૨૦૨૧ થી ૨૪-૦૫-૨૦૨૩ સુધી નોંધાયેલ વાહનોના ટેમ્પરરી રજીસ્ટ્રેશનની ફી અંગે*

રાજ્યમાં છેલ્લા અઢી વર્ષમાં ખરીદી કરવામાં આવેલ વાહનો બ્લેક લિસ્ટ કર્યાના સમાચાર કેટલાક વર્તમાન પત્રો દ્વારા છાપવામાં આવી રહેલા છે. આ બાબતે હકીકત એવી છે કે, વર્ષ એપ્રિલ-૨૦૨૧માં સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ-૧૯૮૯ માં થયેલ ટેમ્પરરી રજીસ્ટ્રેશનની ફીનો સુધારો nic દ્વારા પરિવહન પોર્ટલમાં અમલીકરણ કરવામાં આવેલ ન હતું. હકીકતે પરિવહન પોર્ટલમાં વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવેલ નથી.

તારીખ ૦૧-૦૪-૨૦૨૧ થી તારીખ ૨૪-૦૫-૨૦૨૩ સુધી નોંધાયેલ વાહનોને સેવા મેળવતા પૂર્વે લોક લગાવવામાં આવેલ છે. વાહન માલિક તફાવતની રકમ ભરપાઈ કરી શકે તે હેતુથી એનઆઇસી દ્વારા પરિવહન પોર્ટલમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ વાહનોમાં જ્યારે વાહન માલિક તેઓના વાહન સંબંધિત કોઈ પણ સેવા મેળવવા માંગતા હોય તે સમયે પોર્ટલ પર તેઓને તફાવતની રકમ ભરપાઈ કરવા હેતુ મેસેજ ડિસ્પ્લે કરવામાં આવે છે. જેમાં આ રકમ ઓનલાઈન કઈ રીતે ભરપાઈ થઈ શકે તેનો સંપૂર્ણ ફલો પણ સામેલ છે તથા તફાવતની ભરતી કરવા પાત્ર રકમ પણ આપમેળે પોર્ટલમાં ડિસ્પ્લે થઈ જાય છે.
વાહન માલિક પરિવહન પોર્ટલ પર VAHAN services>>tax/fee services>> Audit Recovery Fee પર જઈ તફાવતની ફી ઓનલાઈન ભરી શકે છે અને ભરપાઈ થાય તે તુરંત પોર્ટલ દ્વારા આપમેળે વાહન પર મૂકવામાં આવેલ લોક હટાવી લેવામાં આવે છે. આ માટે અરજદારે આરટીઓ કચેરીની મુલાકાત લેવાની પણ જરૂર રહેતી નથી તેવું મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒*લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં* *પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગમા ઉપલબ્ધ સારવાર*

editor

*HELLO MORBI: મોરબી અવસાન નોંધ:બેસણું: ગૌસ્વામી*

editor

*HELLO MORBI NEWS:શ્રીપડધરી લોહાણા મહાજન દ્રારા નવનિર્માણ થયેલ મંદિરની ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

editor

Leave a Comment