• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ, કારીગરો અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશને આપવાની રહેશે*

મકાન ભાડે આપનારે પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

 

૦૦૦૦૦૦૦

 

માહિતી બ્યુરો, મોરબી

 

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી મોરબી જિલ્લામં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જણાવ્યું છે.

 

જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓને કારીગરો/મજુરોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં માં આપવાની રહેશે. જેમાં કર્મચારી/કારીગર/મજુર/ભાગીયાના મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નં, નોકરીએ રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં., કોના રેફરન્સ/ પરીચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનીક રહીશનું પુરું નામ, સરનામું, સગા સબંધિઓના પુરા નામ તથા સરનામા સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે.

 

આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને કાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલીકનું નામ તથા સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું સરનામું, મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના નામ, સરનામા, ઓળખકાર્ડ સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે.

Related posts

*વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ*

Hello Morbi

*HELLO MORBI: ચેતનકુમાર વનાળિયા ને રાધકૃષ્ણ રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

editor

*HELLO MORBI:મોરબી:વાવડી રોડ પર ના ગાયત્રીનગર માં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ને ઝડપી પાડતી મોરબી સિટી એ ડિવિજન પોલીસ ની ટીમ*

editor

Leave a Comment