
શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી/વિશ્વાસધાત કરતા ગુન્હામા સંડોવાયેલ વધુ બે આરોપીઓને પકડી પાડતુ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન.
ગઇ તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ કિશનભાઇ કાવર નામના અરજદારને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fopgos.com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪,૪૭,૧૫૦/- નુ ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ. બાદ ફરીયાદીશ્રી પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આ કામના આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદીશ્રી સાથે છેતરપીંડી/વિશ્વાસઘાત કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે ગુ.ર.નં- ૦૦૦૧/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦(બી) તથા આઇ.ટી એકટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ થયેલ.
આ ગુન્હામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હોય અને ગુન્હાના મુળ સુધી જઇ ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હામા સંડોવાયેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા બાબતે શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ શ્રી રાહુલ ત્રિપાઠી, પોલીસ અધિક્ષક મોરબીનાઓને સુચના કરતા પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.ટી.વ્યાસ, પો.સબ.ઇન્સ.શ્રી બી.ડી.ભટ્ટ તથા સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હામા સંડોવાયેલ અન્ય આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરતા આરોપી નં (૪) રાકેશભાઇ જયંતીભાઇ ઠાકોર રહે, વડોદરા છાળી જકાતનાકા પરીમલ સોસાયટી તથા (૫) ચીરાગ ઉર્ફે દેવ સતીષભાઇ કહાર રહે, નાગરવાડા પ્રકાશનગર, વડોદરા વાળાઓને પકડી પાડેલ છે અને વધુ તપાસ તજવીજ ચાલુ છે.
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, પો.સ.ઇ.શ્રી બી.ડી.ભટ્ટ તથા સાયબર ક્રાઈમ પો.સ્ટે. મોરબીનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતા.
