• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા મી.તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ માં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ*

*માળીયા મી.તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ માં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ..*

(*અમિત રાઠોડ દ્વારા*) માળીયા(મી.) : માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ,દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ રાઉન્ડ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી ચાલુ કરવામાં આવી .ઘરોમાં તેમજ જે-તે સ્થળો પર ભરાયેલા પાણી દૂર કરવામાં આવ્યા હતા.તથા લોકોને વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેલેરિયા મુક્ત ગુજરાત ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગોના અટકાયત માટે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડી.એમ.ઓ શ્રી ડો.વિપુલ કારોલીયા સાહેબ ની સૂચના મુજબ અને ટી.એચ.ઓ. માળીયા ડૉ.ડી.જી.બાવરવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી તા.૨૨ થી ૩૦ સુધી ઝુંબેશનાં સ્વરૂપમાં કરવાની છે.જે અંતર્ગત આજરોજ ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરોને દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ હતું.

ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા,ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી કરેલ હતી.નકામાં પાણીના પાત્રો ખાલી કરાવેલ હતા.જેથી ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.

વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.પાણીના પાત્રો ઢાંકીને રાખવા,અઠવાડિક ઘસીને સાફ કરવા વગેરે જનજાગૃતિ કરવામાં આવી હતી.

 

 

Related posts

*ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ*

Hello Morbi

*HELLO મોરબી શહેર યુવા ભાજપ મંત્રી દ્વારા પ્રેરિત ઉજવણી કરાઈ દીકરી ના જન્મ દિવસની*

editor

*HELLO MORBI:દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્ન યોજાયા ભવ્યાતિભવ્ય દબદબાભેર આયોજન કરવા બદલ સમૂહલગ્ન ના આયોજકો ને મહાનુભાવો એ સન્માન કરી બિરદાવ્યા*

editor

Leave a Comment