• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જામનગર : મોરકડા ગામના વિસીઈ ને રૂપિયા એકસોપચાસ ની લાંચ લેતા એસીબી એ ઝડપી પાડ્યો*

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં ખેડૂતોને પોતાના ૭-૧૨ અને હક પત્રક સહિતના દાખલાઓ કાઢવા માટે ૧૫૦ ની લાંચ લેવા અંગે વીસીઇને જામનગરની એસીબી શાખાએ રંગે હાથ ઝડપી લીધો છે, અને તેની સામે લાંચ-રુશ્વત ધારા ભંગ બદલ કેસ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામના વી.સી.ઇ. નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ (કોમ્પ્યુટર ઓપરેટર) કે જે ના દ્વારા ખાતેદાર ખેડૂતોને ૭-૧૨ ના ઉતારા, હક પત્રક સહિતના દાખલા કોમ્પ્યુટર મારફતે કાઢવા માટે નું કામ ગ્રામ પંચાયત દ્વારા નિમણૂક કરીને સોપાયું છે. જે કર્મચારી દ્વારા પ્રત્યેક ખેડૂતોને દાખલા કઢાવવા માટે વધારાની રકમ ની માંગણી કરવામાં આવે છે, તેવી ફરિયાદ જામનગર એ.સી.બી. શાખાને મળી હતી.

જેના અનુસંધાને આજે મોરકંડા ગામમાં એસીબી દ્વારા લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન વીસીઇ (કોમ્પ્યુટર ઓપરેટર) નવીનચંદ્ર નકુમ કે જે એક ખેડૂત પાસેથી દાખલા ની વધારાની ૧૫૦ ની રકમ લાંચ સ્વરૂપે સ્વીકારવા જતાં એસીબી ની ટુકડીએ તેને રંગે હાથ ઝડપી લીધો છે.

ખાતેદાર ખેડૂત દ્વારા જામનગર એ.સી.બી. નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ખેડૂતને પાવડરવાળી ૧૫૦ રૂપિયાની વધુ નોટો અપાઇ હતી, જે નોટ સ્વીકારતાં વીસીઇને ઝડપી લેવાયા છે. જેને એ.સી.બી. કચેરીએ લઈ ગયા પછી તેની સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.

Related posts

*HELLO MORBI:મારી માટી મારો દેશ’- ઈસ ધરતી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી ટંકારા તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો*

editor

*વિકાસની વાતો કરનાર અને ખેડૂત ચિંતક નેતાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા લાઈટ ની સમસ્યા હલ કરો*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment