• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી શહેરમાં વધુમા વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે તે માટે વહિવટી તંત્ર કટિબદ્ધ*

હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમના ગેટનું રીપેરીંગ / મેન્ટેનન્સ કાર્ય ચાલુ હોવાથી ડેમમાં પાણીના સ્તરની ઉંચાઈ ઘટાડેલ છે. જેથી પાણીના પ્રવાહનું પ્રેશર ઘટવાથી અમુક છેવાડાના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ધીમો પડયો છે. હાલ મોરબી શહેરને જરૂરી પાણીની વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ દ્વારા પૂરી કરવામાં આવે છે તથા આ પાણીનો પુરવઠો મોરબી શહેરની પાણી વિતરણની રાબેતા મૂજબની સિસ્ટમમા સતત ચાલુ રહેશે.

મોરબી શહેરને પાણી પુરુ પાડવા માટેનો જથ્થો પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે. નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં વધુ મા વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે એ માટે વહિવટી તંત્ર કટિબધ્ધ છે. જેની મોરબીની જાહેર જનતાએ નોંધ લેવા તથા પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવા ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી સંદિપકુમાર વર્માની યાદીમાં જણાવાયું છે.

Related posts

*ડીસા જલારામ મંદિરનો રંગેચંગે ઉજવાયો 22 મો પાટોત્સવ*

Hello Morbi

*HELLO MORBI NEWS મોરબી: નવયુગ કોલેજનું BBA સેમ-1માં જીલ્લામાં ઝળહળતું પરિણામ*

editor

*સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા શ્રી રામધામ મંદિર નુ ખાતમુહૂર્ત નહિ થાય ત્યા સુધી અન્ન-કઠોળ નો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લેવામાં આવી*

Hello Morbi

Leave a Comment