• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો*

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા તા. 20 જુલાઈ થી 28 જુલાઈ સુધી ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન થયેલ છે.જે અંતર્ગત તા.20/07/2024 ના રોજ મોરબી જિલ્લાની 06 જેટલી શાળામાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં ગુરુ-છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્દૅઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવાનો હતો. આ કાર્યક્રમમાં 7 શાળાઓના 2088 વિદ્યાર્થીઓએ તથા 212 શિક્ષકો એ રાષ્ટ્ર ની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની 7 શાળાના ધો. 1 થી 12 ના કુલ 52 વિદ્યાર્થીઓ તથા 48 શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ડો.જયેશભાઈ પનારા,હિંમતભાઈ મારવાણીયા, દિલીપભાઈ પરમાર, દિનેશભાઈ હુંબલ, ડો.ઉત્સવભાઈ દવે,ધૃમિલભાઈ આડેસરા અને હરદેવ ભાઇ ડાંગર જોડાયા હતા.આગામી તા 28/07/2024 સુધી માં મોરબી જિલ્લા ની વિવિધ શાળાઓમાં આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવશે.

Related posts

*મોરબીમાં સ્વચ્છતાનો અભાવ ઠેરઠેર જાહેર માર્ગોપર ગંદકીના ગંજ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી એડિવિઝન પોલીસ ની પેટ્રોલિંગમાં નીકળેલ પીસીઆર ની ટીમની પરમાણીકતા*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ*

editor

Leave a Comment