• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ મળશે રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય*

રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે.

આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રૂ.૧,૨૦,૦૦૦/- ની નાણાંકીય સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.ઉપરાંત પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.

વધુ માહિતી માટે મોરબીના જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની કચેરી જિલ્લા સેવા સદન નં.૪૬/૪૭, સો ઓરડી, મોરબી ફોન નં. ૦૨૮૨૨૨૪૨૨૨૪ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, મોરબી જિલ્લા મેનેજરશ્રી ડી. એમ. સાવરીયાની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો-કર્મચારીઓને પ્રોપેન ગેસના ઉપયોગ માટે સલામતીનું માર્ગદર્શન અપાયું*

editor

*મોરબી જિલ્લા ભાજપ દ્વારા બાઇક રેલી કળશ યાત્રા તેમજ કાશીથી લાઈવ પ્રોગ્રામ નિહાળવા સહિતના કાર્યક્રમો યોજાશે: જયુભા જાડેજા*

Hello Morbi

*HELLO MORBI NEWS:વાંકાનેરના રંગપર ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment