• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલ રેઈન્બો સીરામીકની ઓફીસમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ*

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલ રેઈન્બો સીરામીકની ઓફીસમાં જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૩૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ
તા.૧૬/૦૮/૨૦૨૪
પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ તરફથી પ્રોહી. જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ સફળ રેઇડો કરવા સારૂ પ્રોહી. જુગાર ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી,વાંકાનેર વિભાગ,વાંકાનેર શ્રી એસ.એચ.સારડા સાહેબ તથા સી.પી.આઇ.શ્રી, વાંકાનેર શ્રી વી.પી.ગોલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. વીજયભાઇ ડાંગર ને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલ રેઇન્બો સીરામીકની ઓફીસમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૩૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે છ ઇસમોને પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) મોહનભાઇ લખમણભાઇ ભલસોડ ઉવ.૭૨ રહે.મોરબી
(૨) હષૅદભાઇ ઓઘળભાઇ ડાભી ઉવ.૪૦ રહે.નવા ઢુવા તા.વાંકાનેર
(૩) રાજુભાઇ વીરમભાઇ અણીયારીયા ઉવ.૪૦ રહે.નવા ઢુવા તા.વાંકાનેર
(૪) પ્રતાપભાઇ ગગજીભાઇ રાઠોડ ઉવ.૪૭ રહે.જુના ઢુવા તા.વાંકાનેર
(૫) રાજેશભાઇ માવજીભાઇ ચનીયારા ઉવ.૪૯ રહે.મોરબી
(૬) રાકેશભાઇ જયંતીભાઇ એરવાળીયા ઉવ.૪૮ રહે.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) રોકડા રૂપીયા-૩ ૨,૪૦૦/-
(૨) ગંજીપત્તાના પાના નંગ-૫૨
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો એલ.એ.ભરગા પો.સબ.ઇન્સ. તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. સંજયસિંહ જાડેજા તથા દીનેશભાઇ લોખીલ તથા વીજયભાઇ ડાંગર તથા રવીભાઇ કલોત્રા રોકાયેલ હતા.

Related posts

*મોરબી કબીર આશ્રમ આંગણવાડી ખાતે જીતુભાઈ ચંદારાણા દ્વારા પુત્ર હર્ષ ના જન્મદિવસ નિમિત્તે સ્થાનિક બાળકોને શિક્ષણ ઉપયોગી ભેટ અને આઈસ્ક્રીમ નું વિતરણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

*HELLO MORBI: પડધરીના પ્રખર ધારાશાસ્ત્રી પી કે કોટક સાહેબની ધારદાર દલીલોને લઈને ચેક રીર્ટન કેશમાં આરોપીનો નિર્દોધ છુટકારો*

editor

Leave a Comment