• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા તાલુકાની નેસડા પ્રા.શાળા ના આચાર્ય નું શિક્ષક દિન ના દિવસે જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું*

જોડીયા તાલુકાની નેસડા પ્રા.શાળા ના આચાર્ય નું શિક્ષક દિન ના દિવસે જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું..

આજ રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ નિમિતે ભારત માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવે છે.આ અન્વયે ગુજરાત સરકાર દ્વાર તાલુકા જિલ્લા ના જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો ને સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.જેમાં આ વર્ષે ૫ સપ્ટેમ્બર ૨૪ ના શિક્ષક દિન નિમિતે જિલ્લા કક્ષા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જોડીયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી પનારા ભાવેશભાઈ રામજીભાઈ ની પસંદગી જિલ્લા શિક્ષણાધિકારી ની ટીમ દ્વાર કરવામાં આવી હતી.
જેમાં આજે ગુજરાત સરકાર ના પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ ના અધ્યક્ષ સ્થાને જામનગર નેશનલ સ્કૂલ માં સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ધ્રોલ જોડીયા ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,જિલ્લા પંચાયત ના પ્રમુખ મયબેન,મેયર ખીમસુરિયા સાહેબ,માં.કલેકટર પંડ્યા સાહેબ.જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા,સ્ટેન્ડિંગ સમિતિ ના ચેરમેન ,શિક્ષણ સમિતિ ના ચેરમેન, અને DEO મહેતા સાહેબ વિવિધ સંઘો ના પ્રમુખો મંત્રીઓ,ઉપસ્થિત રહ્યા હતા.અને મંત્રી શ્રી મુળુભાઈ બેરા ના વરદ હસ્તે નેસડા પ્રા.શાળા ના આચાર્ય ભાવેશભાઈ પનારા ને સાલ, પ્રસસ્તિપત્ર,અને ૧૫૦૦૦ રૂપિયા નો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું.અને તમમ હોદેદારોએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શુભેચ્છાઓ આપી હતી.આ જે રકમ આપવામાં આવી તે શિક્ષકશ્રી એ ૫૦૦૦ નેસડા શાળામાં ૫૦૦૦ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માં અને ૫૦૦૦ ધોરણ ૧ માં અભ્યાસ કરતી દીકરી ને ફિક્સ ડિપોઝિટ માટે અનુદાન કરેલ છે.જે અનુદાન ને સર્વે એ તાળીઓ થી વધાવી બિરદાવ્યાં હતા.અને ભાવેશભાઈ પોતાનો ભાવ પ્રતિભાવ આપ્યો હતો.જેમાં નેસડા ગામ ના વાલીઓ,શિક્ષકો , બાળકો, ગામના આગેવાનો ,અને SMC નો શાળા પ્રત્યે ખૂબ સાથ સહકાર મળે છે.જે થકી મને શાળામાં ખુબ ઉત્સાહથી થી કાર્ય કરવાની પ્રેરણા મળે છે. અને હજુ વધુ કાર્ય શાળા માટે કરતો રહીશ અને છેલ્લે ગુજરાત સરકાર નો સન્માન કરવા બદલ આભાર માન્યો હતો………………………………
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા…………..

Related posts

*HELLO MORBI:મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

*મોરબીમાં ભાજપ આયોજિત કોરોના ટેસ્ટ કેમ્પમાં સતત બીજા દિવસે ૧૭૪ લોકોને કોરોના પોઝિટિવ*

Hello Morbi

*HELLO MORBI NEWS:નવયુગ વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ: સાંસ્કૃતિક કાર્યક્રમ સિતારે નવયુગ:2025″નું ધમાકેદાર આયોજન*

editor

Leave a Comment