• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:એક મેળો આવો પણ!…….જ્યાં મહિલાઓ તેમની હસ્તકલાની વસ્તુઓ વેચી મેળવે છે રોજગારી*

*એક મેળો આવો પણ!…….જ્યાં મહિલાઓ તેમની હસ્તકલાની વસ્તુઓ વેચી મેળવે છે રોજગારી*

*મોરબીમાં ૨૨ સપ્ટેમ્બર સુધી મહિલાઓને આર્થિક પગભર બનાવવા માટે સ્કાય મોલ પાસે આવ્યો સરસ મેળો*

*મોરબી, તા.૧૩ સપ્ટેમ્બર*

નારી શક્તિને રોજગારી મળી રહે અને મહિલાઓ રોજગારી મેળવી પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ બને તે માટે મોરબીમાં સખી મંડળની બહેનો માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો આ મેળાની મુલાકાત લઈ મહિલાઓને સહકાર આપીએ.

રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી.(જી.એલ.પી.સી.) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વ-સહાય જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે હેતુથી મોરબી ખાતે ૧૩/૦૯/૨૦૨૪ થી ૨૨/૦૯/૨૦૨૪ સુધી રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં શનાળા રોડ ખાતે પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના જુદા-જુદા ગામના કુલ ૭૫ સ્વ-સહાય જુથની બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા કલાત્મક વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ માટે ૫૦ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટોલ ખાતે ૧૦૦ મહિલાઓ રોજગારી મેળવી શકાશે. મહિલાઓને આજીવિકાની ઉત્તમ તક પુરી પાડવા અને ગ્રાહકોને અવનવી વસ્તુ ખરીદવાની ઉતમ તક આ મેળામાં મળી રહેશે. જેમાં હેન્ડલુમ, હેન્ડીકાફ્ટ, ફુડ પ્રોડક્ટ. ગૃહસુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટા, નાઇટ લેમ્પ, દોરી વર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું બહેનો/કારીગરો દ્વારા સીધુ જ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં આવનાર તમામ સ્વ-સહાય જુથની બહેનો/કારીગરોને રહેવા તેમજ જમવાની માટેની તમામ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જિંદગી સામેની લડત માં જીતનો નવો અધ્યાય: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ બચાવ્યો વધુ એક જીવ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નેશનલ હાઈવે પરના વેપારી અને ખારી વિસ્તારના રહેવાસી ગટરના પાણીથી ત્રાહીમામ:લોક જન શક્તિ પાર્ટી દ્વારા તંત્ર ને રજૂઆત*

editor

*મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા ના વિજેતા બાળકો નો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

Leave a Comment