• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી.

તા.૨૮/૧૦/૨૦૨૪
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા શ્રી, એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મોરબી તથા શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીનાઓ સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI હીતેંદ્રસિંહ ચુડાસમા HC ઇશ્ર્વરભાઇ કલોતરાને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોસ્ટે સી પાર્ટ ગુ.ર.નં.૫૨૨૭/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી ઇર્શાદ સન/ઓફ જાહુલ ફઝરૂ હક મેઉ/મુસ્લીમ રહે. સીસવાના (જાટકા સિસવા) તા.ફીરોજપુર જી.મેવાત (હરીયાણા) વાળો હાલે મોરબી જિલ્લાના વાંકનેર બાઉન્ટ્રી પાસે હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી ઇર્શાદ સન/ઓફ જાહુલ ફઝરૂ હક મેઉ/મુસ્લીમ ઉ.વ.૩૪ ધંધો- ડ્રાઇવીંગ રહે. સીસવાના (જાટકા સિસવા) તા. ફીરોજપુર જી.મેવાત (હરીયાણા) વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે B.N.S.S. કલમ- ૩૫(૧),(જે) મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.એચ.ભોચીયા એલ.સી.બી.મોરબી તથા વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.*

Hello Morbi

*HELLO MORBI:માળીયા તાલુકાના વેનાસર ગામે પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શહીદ જવાનોના પરિવારના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય થી દિવ્ય જાજરમાન આયોજન*

editor

Leave a Comment