• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભાવપર ગામની સીમ માંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૫૦મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

ભાવપર ગામની સીમ માંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૫૦ કિ.રૂ.૫૫,૫૦૦/- ના
મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા અગામી ૩૧ ડિસેમ્બર અનુસંધાને પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા સમગ્ર રેન્જમાં સ્પે.ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરતા જે અંગે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા શ્રી, એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા, દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસો માળીયા મી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હોય તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મી. તાલુકાના ભાવપર ગામની સીમ સુઝલોન પવન ચક્કિની ઓફીસની સામે બાવળની કાંટમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તેની હેરાફેરી ચાલુ છે તેવી ચોકકસ હકિકત આધારે હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા હકીકત વાળી જગ્યાએથી નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મળી આવતા માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) સાગરભાઇ રામૈયાભાઇ નાનકાભાઇ સવસેટાઉ.વ.૨૮ રહે. વવાણીયારામજીમંદિર વાળી શેરી ઉપરકોટ, તા. માળીયા મી. જી. મોરબી
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
(૧) વશરામભાઇ રબારી રહે. ગાંધીધામ જી. કચ્છ
પકડાયેલ મુદામાલની વિગત –
૧) બ્લેન્ડરપ્રાઇડ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૫૪ કિ.રૂ.૪૫,૯૦૦/-
૨) રોયલ બ્લુ વ્હીસ્કીની ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦/- મળી કુલ નાની મોટી બોટલ નંગ- ૧૫૦ કુલ કી.રૂ.૫૫,૫૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી.એન.એચ. ચુડાસમા.શ્રી, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*અવસાન નોંધ પડધરી*

Hello Morbi

*HELLO MORBI: ૨૦ ડિસેમ્બરે મોરબી ખાતે ઊર્જા સપ્તાહ અંતર્ગત ઉર્જા સપ્તાહ વીજ સલામતી અને વીજ બચત રેલી નું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન*

editor

Leave a Comment