• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: એક જ સ્થળે અનેક સેવાનો લાભમોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો*

*”એક જ સ્થળે અનેક સેવાનો લાભ…”*

*મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો*

*મોરબી, તા.૨૯ ઓક્ટોબર,*

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા શાળા, મણીમંદિર ખાતે વોર્ડ નંબર ૧ થી ૭ ના નાગરિકો માટે, કોમ્યુનિટી હૉલ, કાયજી પ્લોટ ખાતે વોર્ડ નંબર ૮ થી ૧૩ ના નાગરિકો માટે તેમજ મોરબી તાલુકાના કલસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આરોગ્ય રસીકરણ, રાશન કાર્ડમાં સુધારા, ઈ- કેવાયસી, મેડીસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા, ૭- ૧૨ અને ૮- અ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, રોજગાર ભરતી, પોસ્ટ વિભાગની અરજીઓ, જાતિ અને આવકના દાખલા સહિત વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, મોરબી ગામ અને ક્લસ્ટર હેઠળના ગામોના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી : મોરબીમાં એલ. ઈ. ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:”ફ્રી ફ્રી ફ્રી ફ્રી” હા મોરબી મા આર્યુવેદિક નિદાન કેમ્પ ફ્રીમા યોજાશે તો અવશય લાભ લેવા માટે આ વાચો*

editor

*હટીયાણા ગ્રામ પંચાયતની આખી બોડી નું વિસર્જન*

Hello Morbi

Leave a Comment