• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામે રહેણાંકના મકાન પર ચાલતા જુગાર ધામ પર મોરબી તાલુકા પોલીસના દરોડા*

મોરબી તાલુકાના બેલા(રં) ગામે રહેણાક મકાને જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ કિ.રૂ. ૫,૪૩,૯૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૧૦,૮૩,૯૦૦/- ગણનાપાત્ર રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ પો.સ.ઇ.એસ.એન.સગારકા નાઓ સર્વેલન્સ સ્ટાફના મણસો સાથે પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા નાઓને સંયુકતરાહે બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના બેલા(રં) ગામે રમેશભાઇ પરષોત્તમભાઇ અઘારાના રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમે છે જે મતલબેની હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ રેઇડ કરી નીચેની વિગતે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ અત્રેના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધાર કલમ એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.
આરોપી :-
1) રમેશભાઈ પરષોત્તમભાઇ અઘારા રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી
2) વિનોદભાઇ મગનભાઇ સંઘાણી રહે. વૃદાવન પાર્ક રેમ્બો એપાર્ટમેન્ટ ફેલ્ટ નંબર ૦૨ મોરબી-૦૧
3) વસંતભાઇ ગાંડુભાઇ ચાપાણી રહે-બેલા(રં) તા.જી.મોરબી
4) ભરતભાઇ શિવલાલભાઇ સંઘાણી રહે. બેલા(રં) તા.જી.મોરબી
5) અંકિતભાઇ રણછોડભાઇ કણસાગરા રહે-ઉમા ટાઉનશીપ અવધ એપાર્ટમેન્ટ રૂમ નંબર ૧૦૧ મોરબી-૦૨
6) વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ રૂગનાથભાઇ માકાસણા રહે-બેલા,રતનગર (૨) તા.જી.મોરબી> કબ્જે કરેલ મુદ્દામાલ
1 રોકડ રૂપિયા ૫૪૩૯૦૦/-
2 એન્ડ્રોઇ મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
3 એકટીવા મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-03-FQ-8984 કિ.રૂ.૧૫૦૦૦/-
4 સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-36-N-3400 કિંમત રૂપિયા ૨૫૦૦૦/-
5 એક મહેન્દ્ર કંપનીની XUV 300 રજી.નંબર GJ-36-R-7852 કિં.રૂ.૪,૦૦,૦૦૦/- ગણી કૂલ ૧૦,૮૩,૯૦૦/-> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ તથા પો.સ.ઇ.શ્રી
એસ.એન.સગારકા તથા પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા ચંન્દ્રસિંહ પઢીયાર તથા તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ.ભગીરથભાઇ લોખીલ તથા રમેશભાઇ મુંધવા તથા કેતનભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અરવિંદભાઇ મકવાણા તથા કુલદિપભાઇ કાનગડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા વિજયભાઇ ડાંગર તથા અજયભાઇ લાવડીયા તથા અર્જુનસિંહ પરમાર તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*એક સમય અવલ નંબર આવતી આમરણ ગામની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે*

Hello Morbi

*HELLO MORBI NEWS:નવયુગ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઉધોગિક એરિયા લાતીપ્લોટ ખાતે ઓફિસમાં ચાલતા જુગારના અખાડા પર મોરબી સિટીએડિવિઝન પોલીસ ત્રાટકી*

editor

Leave a Comment