• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ચાલતા ગેસ કટીંગ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*

મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા બે ઇસમોને કુલ કિ.રૂ. ૫૦,૬૬,૦૭૯/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમબ્રાંચ મોરબી.
તા.૧૯/૦૨/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં ચોરીછુપીથી અનઅધિકૃત પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી આવી પ્રવૃતિ કરનાર ઇસમોને કાયદાના પાઠ ભણાવવા સુચના કરેલ હોય જે અંગે શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન તથા સુચના મુજબ પો.સ.ઇ.શ્રી બી.ડી.ભટ્ટ,શ્રી એસ.આઇ.પટેલ તથા શ્રી વી.એન.પરમાર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો કાર્યરત દરમિયાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ.રામભાઇ મંઢ, પોલીસ હેડ કોન્સ શક્તિસિંહ ઝાલા તથા પો.કોન્સ ભગીરથસિંહ એસ.ઝાલાનાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક ભગીરથ મંગારામ બિશ્નોઇ રહે. બાગલી તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો અમુક ઇસમો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગે.કા પ્રવુતી કરે છે. જે હકીકત આધારે રેઇડ કરી નીચે જણાવેલ બે ઇસમોને રૂ. ૫૦,૬૬,૦૭૯/-ના મુદામાલ સાથે પકડી પાડી કુલ-૪ આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.- પકડાયેલ આરોપીના નામ સરનામા –
(૧) રાહુલ જેતારામ કુરાડા/બિશ્નોઇ રહે.પમાણા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)
(૨) બુધારામ વાગતારામ ખિચડ/બિશ્નોઇ રહે. ભુતેલ તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)> પકડવાના બાકી આરોપીનુ નામ સરનામા –
(૧) ભગીરથ મંગારામ બિશ્નોઇ રહે. બાગલી તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)
૨) ટેંન્કર નં.GJ-06-AZ-0432 નો ચાલક
કબ્જે કરેલ મુદામાલ –
1. ગેસ ભરેલ ટેન્કર નં. GJ-06-AZ-0432 ગેસના જથ્થા સહિતની કૂલ કિં.રૂ.૫૦,૧૦,૫૮૯/-
2. ગેસ ભરેલા સીલેન્ડર નંગ-૨૬ બાટલા સહીત કિ.રૂ.૪૧,૮૯૦/-
3. ગેસના ખાલી સીલેન્ડર નંગ-૨૧ કિ.રૂ.૧૦,૫૦૦/-
4. ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી નળી નંગ-૧ તથા રીફલીંગ મોટર નંગ-૧ તથા અન્ય સાધનો મળી કુલ કિ.રૂ. ૫૦,૬૬,૦૭૯ /- નો મુદામાલ કબ્જે કરેલ છે.- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર, શ્રી, બી.ડી.ભટ્ટ, શ્રી એસ.આઇ.પટેલ, શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ એલ.સી.બી. તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, સ્ટાફના માણસો દ્વારા કરેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે સ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખર પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૦૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:નવયુગ સંકુલ કોમર્સના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઇ-મોરબી ખાતે 18 જૂન થી 19 જૂન સુધી સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પમાં તાલીમ મેળવી*

editor

*HELLO MORBI:ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના હસ્તે શ્રી સ્વામી વિવકાનંદજી ની જન્મ જયંતિ- યુવા દિવસના અવસર પર નીલકંઠ સ્કૂલ માં યુવા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.*

Hello Morbi

Leave a Comment