• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે ઓન લાઈન અરજી આવતી કાલથી શકાશે*

*સરકારશ્રી દ્વારા ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં જૂન ૨૦૨૫ થી શરુ થનાર શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની ઓનલાઇન અરજી તા.28/02/2025 થી શરુ થનાર છે જે વાલી શ્રી દ્વારા 12/03/2025 સુઘીમાં https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઇન કરેલ અરજી સાથે જરૂરી આધારો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તેમજ જરૂરી આધાર પુરાવાઓની વિગત https://rte.orpgujarat.com વેબસાઈટ ઓનલાઈન પર જોઈ શકાશે. વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહિ*

*મોરબી જિલ્લાના પાંચ તાલુકાની કુલ 181 શાળાઓમાં 1921 જેટલી જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ રહેલ છે. 1921 પૈકી 1500 જગ્યાઓ ગુજરાતી માધ્યમ માટે તથા 421 જગ્યાઓ અંગ્રેજી માધ્યમ માટેની છે*
*જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, મોરબીના રૂમ નંબર 129 માં રૂબરૂ અથવા મોરબી જિલ્લા રીસીવિંગ સેન્ટર ફોન નંબર : 02822 299106 પરથી માહિતી મેળવી શકાશે. RTE પ્રવેશ પ્રક્રિયાના નોડલ ઓફિસર દ્વારા માહિતી મળેલ છે*

Related posts

*HELLO MORBI:મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મોરબી જિલ્લા કંટ્રોલરૂમની મુલાકાત લીધી;અધિકારીઓ સાથે વાત કરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી*

editor

COVID-19 update Gujarat : રાજ્યમાં આજે 1380 નવા કેસ નોંધાયા, 14 લોકોના મોત

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ખોખરા હનુમાનજી મંદિર ખાતે સાત દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિર યોજાશે*

editor

Leave a Comment