• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબીમાં રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળા પ્રવેશ મળશે*

આગામી તા.૧૨ માર્ચ સુધી https://rte.orpgujarat.com આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશ

મોરબી, તા.૨૮ ફેબ્રુઆરી,

રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર સમગ્ર રાજયમાં હાલમાં ધોરણ- ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં જૂન- ૨૦૨૫ થી શરુ થનાર શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ છે. જે અન્વયે વાલીશ્રીઓ દ્વારા આગામી તારીખ ૧૨/૦૩/૨૦૨૫ સુધીમાં https://rte.orpgujarat.com આ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.

ઓનલાઇન અરજી સાથે જરૂરી આધાર પુરાવાઓ વ્યવસ્થિત રીતે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. આ અંગે જરૂરી આધાર પુરાવાઓની વિગત https://rte.orpgujarat.com વેબસાઈટમાં ઓનલાઈન જોઈ શકાશે. વાલીશ્રીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર- પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/ કેટેગરીનો દાખલો, આવકનો દાખલો (જેમાં લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે.

આ ઉપરાંત પાન કાર્ડ ન ધરાવતા હોય કે પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય, તો તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત રીતે અપલોડ કરવાનું રહેશે. આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે આ ઓનલાઈન અરજી પત્રક ક્યાંયપણ જમા કરાવવાનું રહેશે નહીં. મોરબી જિલ્લામાં પાંચ તાલુકાની કુલ ૧૮૧ શાળાઓમાં ૧૯૨૧ જેટલી જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. જેમાં ૧૯૨૧ પૈકી ૧૫૦૦ જગ્યાઓ ગુજરાતી માધ્યમની શાળાઓ માટે તથા ૪૨૧ જગ્યાઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ માટેની છે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, રૂમ નંબર ૧૨૯, જિલ્લા પંચાયત ભવન, મોરબીમાં રૂબરૂ અથવા મોરબી જિલ્લા રીસીવિંગ સેન્ટરના ફોન નંબર ૦૨૮૨૨- ૨૯૯૧૦૬ પર સંપર્ક સાધી શકાશે. તેમ રાઇટ ટુ એજ્યુકેશનના નોડલ ઓફિસરશ્રી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે

Related posts

*આંતરરાષ્ટ્રીય વરૂ દિવસ નિમિતે નડાબેટ ખાતે યોજાયો સેમિનાર* 

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જામનગર:જમીન વિકાસ બેંક ની ચૂંટણીમાં ભગીરથ સિંહ વી જાડેજાની બિન હરીફ વરણી*

editor

Leave a Comment