• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: સરકારના પાપે ચાલતા શાળાએ જવા મજબુર દીકરીઓને તાત્કાલિક સાયકલો આપો : અમિત ચાવડા*

સરકારના પાપે ચાલતા શાળાએ જવા મજબુર દીકરીઓને તાત્કાલિક સાયકલો આપો : અમિત ચાવડા

· વધારે રૂપિયા આપીને હલકી ગુણવત્તાની સાઈકલ ખરીદી કરનાર કટકી બાજોને છાવરવાનું બંધ કરે સરકાર: અમિત ચાવડા

· દીકરીઓને ભંગાર સાઈકલો આપીને અન્યાય કરવાનું બંધ કરે ભાજપ સરકાર: અમિત ચાવડા

· સરકારે ખરીદેલી સાઈકલોનો ક્વોલિટી અને સ્પેસીફીકેશનનો રીપોર્ટ જાહેર કરવામાં આવે : અમિત ચાવડા

· કૌભાંડોને પ્રોત્સાહિત કરતી અને છાવરતી ભાજપનું કરોડોનું કૌભાંડ : અમિત ચાવડા.

· રાજસ્થાનમાં એક સાયકલ ૩૮૫૭ રૂપિયામાં આપે છે એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં ૪૪૪૪ રૂપિયામાં સપ્લાય કરે છે. આમ એક સાયકલે ૫૦૦ રૂપિયા વધારે ગુજરાતની પ્રજાના પરસેવાના, ટેક્ષના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે. આમ ૧ લાખ ૭0,૦૦૦ હજાર સાયકલો એટલે કે સાડા ૮ કરોડ રૂપિયા વધારે ચુકવવા પાછળનું કારણ શું એ સરકાર જવાબ આપે. : અમિત ચાવડા.

· ૫૦૦ રૂપિયા વધારે ભાવથી ખરીદેલ સાયકલ EQDC સેન્ટર દ્વારા ચકાસણીમાં હલકી ગુણવત્તાને કારણે ફેઈલ થઇ હોવા છતાં કોના લાભાર્થે અને કયા કારણથી વિતરણ આપવામાં આવ્યું : અમિત ચાવડા

· ગુજરાતની ૩.૫ લાખ દિકરીઓના હક્ક પર ભાજપનું મોટું કૌભાંડ, સારી ગુણવત્તાની સાઈકલો તાત્કાલિક આપવામાં આવે: અમિત ચાવડા

જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે. અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલ એમાં ૧૦ કરોડ જેટલો ભ્રષ્ટાચારમાં CM ઓફિસની સીધી સંડોવણી અને સુચનાથી આ કંપનીને ઓર્ડર અપાયો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

ગ્રીમ્કોએ ૧૧ માર્ચ ૨૦૨૪ ના રોજ, આ સાઈકલો માટેનું વર્ષ ૨૦૨૩- ૨૪ નું ટેન્ડર રદ્દ કરવાનો પત્ર લખવામાં આવેલો. ટેન્ડર રદ્દ કરવાની મંજુરી માંગવામાં આવે છે, ત્યારબાદ નવી પ્રોસેસ શરુ કરવા માટેની સરકારને જાણ કરવામાં આવે છે. સરકારને તો એક સાઈકલે ૫૦૦ રૂપિયા વધારે લેતી કંપની જોડે સેટિંગ થઇ ગયેલું. એવી ૧.૭૦ લાખ સાઈકલ લેખે ગણીએ તો ૮.૫ કરોડ રૂપિયાનું કૌભાંડ કરવું હતું એટલે ગ્રીન્કોની ટેન્ડર રદ્દ કરવાની ભલામણ સ્વીકારવામાં ના આવી.

સાઈકલો સરકારને પહોંચાડવામાં આવી અને લેબ દ્વારા ચકાસણી કરવામાં આવે છે ત્યારે રિપોર્ટમાં આવે છે કે સ્પેસિફિકેશન અને સ્ટાન્ડર્ડ હતા તે મુજબની સાઈકલો નથી આપવામાં આવી. એટલે હલકી ગુણવત્તાની, નક્કી થયેલ કરતા અલગ સ્પેસિફિકેશનવાળી સાઈકલ સપ્લાય થવાથી સ્વીકારી ના શકાય. સાઈકલ જિલ્લે જિલ્લે પહોંચી ગયેલી, એટલે લાંબા સમય સુધી એ સાઈકલો પડી રહી. વરસાદમાં પલળતી રહી- કાટ ખાઈ ગઈ- ભંગાર થઇ ગઈ. વારંવાર તપાસની માંગણી કરી, પત્રો લખ્યા. મંત્રી ઋષિકેશ પટેલે તેની તપાસની કરવાની જાહેરાત ગયા વર્ષે જુલાઈમાં કરેલી પણ આજે વિધાનસભામાં આ અંગે પૂછ્યું, તપાસનો રિપોર્ટ માંગ્યો, પણ સરકાર તેના માટે તૈયાર નથી. સરકાર કૌભાંડીઓને છાવરવા માટે વિધાનસભામાં ઉડાઉ જવાબો આપી રહી છે. ૨૦૨૩-૨૪ નું વર્ષ તો પૂરું થયું અને ૨૦૨૪-૨૫ નું વર્ષ પૂરું થવામાં છે. બે વર્ષ થવા છતાં દીકરીઓને સાઈકલ આપવામાં ના આવી. આ સમગ્ર ખરીદીની પ્રક્રિયામાં કોની સુચનાથી, કોના લાભાર્થે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ થાય તેવી માંગણી કરીએ છીએ.

Related posts

*આજ રોજ હડિયાણા પટેલ સમાજ ની વાડી માં સફાઈ ના સાધનો નું વિતરણ યોજવામાં આવ્યો હતો*…

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*કાંતિભાઈ અમૃતિયા નો માળિયા તાલુકા નો પ્રવાસ કાર્યક્રમ*

Hello Morbi

Leave a Comment