• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું*

મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું
સંકલન : જે.કે.મહેતા
મોરબી, તા.૦૧ માર્ચ

સમગ્ર રાજ્યમાં બીમાર, વૃદ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન તેમની ફરજ સુપેરે બજાવી રહી છે.

તાજેતરમાં શોભેશ્વર રોડ ખાતે સ્થિત જિલ્લા સેવા સદનના પરિસરમાં એક શ્વાનને વાયરલ ઈન્ફેકશન (કેનાઈન પાર્વો વાયરસ) થયું હતું. જેથી તેણે અન્ન-જળનો ત્યાગ કરી દીધો હતો અને આ અબોલ જીવનું આખું શરીર કાંપતું હતું. આ અંગે ૧૯૬૨ ટીમને જાણ કરવામાં આવી હતી. આ કોલ મળતા જ તેઓએ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને આ બીમાર શ્વાનની સારવાર કરી હતી અને તેનો જીવ બચાવ્યો હતો.
આ સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા માહિતી કચેરી, જિલ્લા તિજોરી કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સિક્યોરીટી સ્ટાફનો સહયોગ મળ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લેવીસ પોલીપેક ઓટાળા દ્વારા મફત મચ્છરદાની વિતરણ કરવામાં આવી*

editor

*HELLO MORBI: હીટ વેવને ધ્યાને લઈ કર્મચારીઓ અનેકામદારો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવી જરૂરી*

editor

*HELLO MORBI NEWS:મોરબના લાલપર પાસે જાહેર માંથી વર્લી આંકડાનો જુગાર રમતા એક ઇસમ રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment