• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી-રાજકોટ હાઇવે રોડ, ટંકારા નગરનાકા પાસે કારમાંથી એક ઇસમને હથિયાર રિવોલ્વર, કાર્ટીઝ સાથે પકડી પાડતી ટંકારા પોલીસ*

મોરબી-રાજકોટ હાઇવે રોડ, ટંકારા નગરનાકા પાસે કારમાંથી એક ઇસમને હથિયાર રિવોલ્વર, કાર્ટીઝ સાથે પકડી પાડતી ટંકારા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓએ આગામી હોળી, ધુળેટીના તહેવાર અનુસંધાને ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા હથિયાર ધારાના કેશો શોધી કાઢવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ વાંકાનેર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.છાસીયા નાઓ તથા ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો વાહન ચેકીંગ દરમ્યાન હથિયાર ધારાના કેશો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન એ.એસ.આઇ. ભાવેશભાઇ વરમોરા તથા પો.કોન્સ. તેજાભાઇ ગરચરનાઓને એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. મુકેશભાઇ જોગરાજીયા તથા પો.કોન્સ. આસીફભાઇ રાઉમાનાઓએ ખાનગી હકિકત આપેલ કે, મોરબી તરફથી એક સફેદ કલરની 1-10 કાર નંબર-GJ-03-MB-0942 માં એક ઇસમ ગે.કા. હથિયાર લઇ રાજકોટ તરફ જનાર છે.જે હકિકત આધારે મોરબી-રાજકોટ હાઇવે રોડ ટંકારા નગરનાકા સામે વોચમાં હતા. દરમ્યાન 1-10 કાર નંબર-GJ-03-MB-0942 માંથી આરોપી દુર્ગેશભાઇ કાંતીભાઇ સગપરીયા જાતે પટેલ ઉ.વ-૩૫ રહે-રાજકોટ, સરદાર મેઇન રોડ, સાધના સોસાયટી શેરી નં-૧,રાજકોટ વાળો રીવોલ્વર તથા કાર્ટીઝ હથિયારના લાયસન્સ સાથે મળી આવતા જે લાયસન્સ રાજકોટ શહેર પુરતુ વેલીડ હોવાનુ જાણતો હોવા છતા હથિયાર સાથે રાખી મોરબી જિલ્લાના ટંકારા ખાતેથી મળી આવતા મજકુર ઇસમે પોલીસ કમિશ્નરશ્રી રાજકોટ શહેરના હથિયાર પરવાનાનો ભંગ કરી તેમજ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી મળી આવતા મજકુર ઇસમ સામેકાય દેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

– આરોપી :-

૨૦. રોલ 82.94 કરાર અન – દુર્ગેશભાઇ કાંતીભાઇ પટેલ ઉ.વ-૩૫ રહે- સરદાર મેઇન રોડ, રાજકોટ

> કબ્જે કરેલ મુદ્દામાલ :-> એક રિવોલ્વર (વેબલી) તથા જીવતા કાર્ટીઝ નંગ-પ મળી કુલ કી.રૂ. ૧૦,૫૦૦/ નો મુદામકબ્જે કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એમ.છાસીયા તથા ASI ભાવેશભાઇ વરમોરા HC
જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC તેજાભાઇ ગરચર, પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલાતથા SOG શાખાના એ.એસ.આઇ. મુકેશભાઇ જોગરાજીયા, PC આશીફભાઇ રાઉમા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

Digitising the Deed: New index puts land records online, simplifying sales

Admin

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:માળીયા મી.તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ માં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ*

editor

Leave a Comment