• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભચાઉ ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી*

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના છેતરપીંડી / વિશ્વાસઘાત ના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને કચ્છ જિલ્લાના ભચાઉ ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ.

તા.૧૭/૦૩/૨૦૨૫
શ્રી અશોક કુમાર(IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી(IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીનાઓને ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.આઇ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા શ્રી વી.એન.પરમાર પો.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીનાઓ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા નાઓને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૨૬/૨૦૧૩ આઇ.પી.સી કલમ ૪૦૬ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી મહેશકુમાર અંજનીસીંગ રહે.લોહર પશ્વિમ તા.જી.સુલતાનપુર (ઉતરપ્રદેશ) વાળો હાલે કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી મહેશકુમારસિંહ અંજનીસિંહ રાજપુત ઉ.વ.૩૩ રહે.લોહર પશ્વિમ તા.જી.સુલતાનપુર (ઉતરપ્રદેશ) વાળો નાની ચિરઇ ગામ પાસે ભચાઉ-ગાંધીધામ ને.હા.રોડ ક્રિષ્ના આઇ માતા હોટલ સામેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી.પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, મોરબી સીટી એ ડીવી.પોલીસ સ્ટેશનના છેતરપીંડી / વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.ઇન્સ.શ્રી વી.એન.પરમાર તથા પો.સબ.ઇન્સ.શ્રી એસ.આઇ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા

Related posts

*મોરબીમાં 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે*

Hello Morbi

*સઆદત હોસ્પિટલને ધારાસભ્ય દ્વારા એમ્બ્યુલંન્શ રૂપી સખાવત*….

Hello Morbi

*HELLO MORBI NEWS:ડીસા રઘુવંશી પારકર લોહાણા સમાજના અગ્રણી જીવરામભાઈ ભીમજીભાઈ ઠક્કરનું થયેલ દુખદ અવસાન*

editor

Leave a Comment