
મોરબી તાલુકાના ભડીયાદ ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ
મોરબી
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે શ્રી એન.આર.મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ મુકેશભાઇ જોગરાજીયા તથા પો.હેડ.કોન્સ. જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ. આશીફભાઇ રાઉમા નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકિકત મળેલ કે, મચ્છુ-૨ ડેમની નજીક પુલથી ભડીયાદ તરફ જતા કાચા રસ્તા ઉપર જાહેરમાં એક વ્યક્તિ શરીરે કાળા કલરનુ ટુંકી બાયનુ ટીશર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ વાળો જેનુ નામ પ્રકાશભાઇ રામજીભાઇ રહે ભડીયાદ કાંટા મોરબી વાળો હાલે એક દેશી જામગરી બંદુક સાથે હોવાની હકીકત આધારે એસ.ઓ.જી. ટીમ પંચો સાથે હકીકત વાળી જગ્યાએ જઇ વોચ કરતા હકીકત મુજબના વર્ણન વાળો નીચે જણાવેલ વ્યક્તિ મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. > પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-પ્રકાશભાઇ રામજીભાઇ વાનેસીયા ઉ.વ.૩૫ ધંધો પંચરની દુકાન રહે ભડીયાદ કાંટા પાસે મોરબી.> પકડાયેલ મુદ્દામાલ :-
4 ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ-૧ કિં.રૂ.૨,૦૦૦/– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એન.આર.મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તેમજ એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, મદારસિંહ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મનસુખભાઇ દેગામડીયા, કિશોરદાન ગઢવી તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અશ્વિનભાઇ વિગેરે જોડાયેલ હતા.
