• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS;મોરબી: સુપ્રસિદ્ધ શ્રીધક્કાવાળી મેલડી માતાજી ના નવરંગ માંડવા નું ભવ્ય થી દીવ્ય આયોજન*

મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવા નું ભવ્ય આયોજન

નવચંડીયજ્ઞ,મહાઆરતી, ડાક ની રમઝટ,મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો નું આયોજન

*(પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી ના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ આસ્થા ને શ્રધ્ધા ના પ્રતીકસમા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવા નું આયોજન તા ૦૮/૦૪/૨૫ ને મંગળવારે ચૈત્રસુદ ૧૧ એ કરાયું છે જેમાં સવારે ૮ વાગે નવચંડીયજ્ઞ સાંજે ૪ વાગે બીડું હોમવાનું ભુવાના સામૈયા સાંજે ૫ વાગે મહાપ્રસાદ સાંજે ૬ કલાકે મહાઆરતી સાંજે ૭ વાગે ડાક ની રમઝટ રાત્રે ૯ વાગે આ નવરંગ માંડવા માં હરેશભાઇ પનારા વિરમભાઈ પનારા (ટંકારાવાળા) રાવળદેવ માતાજી ના ગરબા દુહા છંદ ને આખ્યાન ની રમઝટ બોલાવશે જેમાં પંચ ના ભુવા ભાવેશભાઈ પોપટ,દેવાભાઈ રૂપાભાઈ,ધીરુભાઈ ગણેશીયા,બાબુભાઇ ખાંભલા,હિતેન્દ્રસિંહ જાડેજા,સહિત ઉપસ્થિત રહેશે આ માંડવા માં અતિથિ વિશેષ શ્રી ચંદ્રસિંહ માલુભા મોરી શ્રી મશરૂબાપુના સેવક ઉપસ્થિત રહેશે આ માંડવા ને સફળ બનાવવા મંદિર ના ટ્રસ્ટી ઓ પ્રમુખ ધનુભા જાડેજા,ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર,મંત્રી ધીરુભા જાડેજા,ખજાનચી શૈલેષભાઇ જાની,કિશોરભાઈ અગ્રાવત,રમેશભાઈ સાણંદીયા,ભાવેશભાઈ મહેતા,સહિત સેવાભાવી યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

*મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાયો*

Hello Morbi

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દેવીપૂજક પરિવારનું સન્માન*

Hello Morbi

વિશ્વનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય પણ ગુજરાતમાં બનશે, રિલાયન્સના હાથમાં રહેશે સંચાલન

Hello Morbi

Leave a Comment