• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયાના બાલંભા ગામ ની સીમ વિસ્તાર માથી તીનપત્તી નો જુગાર રમતા પાંચ જુગારી ને પકડી પાડતી જોડીયા પોલીસ*

જામનગર જીલ્લા જોડીયા તાલુકા ના બાલંભા ગામ ની સીમ વિસ્તાર માથી રૂ.૧,૦૩,૬૫૦/- ના મુદામાલ સાથે તીનપત્તી નો જુગાર રમતા પાંચ (૫) ઈસમો ને પકડી પાડતી જોડીયા પોલીસ

*(લલીત નિમાવત દ્વારા*)શ્રી અશોકકુમાર યાદવ સા., પોલીસ માહાનીરીક્ષક શ્રી, રાજકોટ વિભાગ તથા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ પોલીસ
અધીક્ષક શ્રી,જામનગર નાઓએ પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ શ્રી આર.બી.દેવધા
સા.નાયબ પોલીસ અધિક્ષક શ્રી, જામનગર ગ્રામ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ,
આજરોજ જોડીયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર આર.એસ.રાજપુત સાહેબની સુચનાથી સ્ટાફના માણસો જામનગર જોડીયા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિ-જુગાર અનુસંધાને ના.રા. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. જિતેશભાઈ કરશનભાઈ મકવાણા તથા પો.કોન્સ. નીરવભાઈ રમેશચંદ્ર જોશી ને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, બાલંભા ગામની સીમમા આવેલ ઝૂંડીયુ વિસ્તારમા રાજુભાઇ ભીમાણીની વાડીની પાસે આવેલ ખરાબામા ઝૂંપડામા જાહેરમા અમુક ઇસમો ગંજીપત્તાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી જુગાર રમે છે. તેવી હકીકતના આધારે રેઇડ કરતા આરોપીઓ (૧) દેવશીભાઇ ગીગાભાઇ ઠુંગા જાતે.ભરવાડ ઉવ.૪૫ ધંધો.મજુરી રહે.બાલંભાગામ તા.જોડીયા જી.જામનગર (૨) હસમુખભાઇ તરશીભાઇ પરમાર જાતે.કડીયા ઉવ.૬૫ ધંધો.ખેતી રહે.માધાપરગામ તા.જોડીયા જી.જામનગર (૩) દિલીપભાઇ વસંતભાઇ મેંદપરા જાતે.પટેલ ઉવ.૨૯ ધંધો.ખાનગી નોકરી રહે.દુધઇગામ તા.જોડીયા જી.જામનગર (૪) સબીર હુશેનભાઇ ફારુકમીયા જાતે.મુસ્લીમ (સૈયદ) ઉવ.૨૫ ધંધો.ખેતી રહે.આમરણગામ, દાવલશાહ વાસ તા.જોડીયા જી. જામનગર (૫)સંજયભાઇ હંસરાજભાઇ ઉર્ફે હસુભાઇ રાઠોડ જાતે.કોળી ઉવ.૪૨ ધંધો.મજુરી રહે.ઉટબેટ સામપર તા.જોડીયા જી.જામનગર વાળાઓ પકડાઇ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧૪,૬૫૦/- તથા ગંજી પતાના પાના નંગ પર કિ.રૂ.૦૦/00 તથા બે ટોર્ચ બત્તી જેની કિ.રૂ. ૫૦૦/- તથા ત્રણ મો.સા.જેની કુલ કિ.રૂ. ૭૫,૦૦૦/-તથા મોબાઈલ નં ૦૪ કી.રૂ.-૧૩૫૦૦ એમ કુલ રૂ.૧,૦૩,૬૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આ બાબતે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમા પોલીસ ઇન્સ. આર.એસ.રાજપુત તથા પો.હેડ કોન્સ. જિતેશભાઈ કરશનભાઈ મકવાણા તથા પો.હેડ કોન્સ. શ્રી ડી.આર.કાંબરીયા તથા પો.કોન્સ. નીરવભાઈ રમેશચંદ્ર જોશી વીગેરે સ્ટાફ દ્રારા કરવામા આવેલ છે.

Related posts

ટંકારા : આધાર કાર્ડની બંધ કામગીરીનો ઠંડીમાં પોતડી પહેરી અનોખો વિરોધ કરાશે

Hello Morbi

*HELLO MORBI:ઉંઝાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલે થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ યોજાશે*

editor

Leave a Comment